Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભાજપ ઘોષણાપત્ર : નાના ખેડુત, દુકાનદારને પેન્શનનું વચન

લોકસભાની ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ચુક્યું છે અને સાત તબક્કામાં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા ૧૧મી એપ્રિલથી શરૂ થઇ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ આજે વિઝન ડોક્યુમેન્ટ અથવા તો સંકલ્પપત્રમાં શ્રેણીબદ્ધ વચનો આપવામાં આવ્યા છે. સંકલ્પપત્રમાં રામ મંદિર પર તમામ શક્યતાઓને ચકાસવાની વાત કરવામાં આવી છે. ટૂંક સમયમાં જ શાંતિપૂર્ણ માહોલમાં મંદિરના નિર્માણ માટે પ્રયાસ કરવાની વાત કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૫એને દૂર કરવાના પ્રયાસ પણ કરવામાં આવશે. યુનિફોર્મ સિવિલ કોડને લાગૂ કરવામાં આવશે. તમામ ખેડૂતોને છ હજાર રૂપિયાનો લાભ મળશે. નાના અને સિમાંત ખેડૂતોને ૬૦ વર્ષના ગાળા બાદ પેન્શનની સુવિધા આપવામાં આવશે. દેશના નાના દુકાનદારોને ૬૦ વર્ષ બાદ પેન્શનની સુવિધા આપવામાં આવશે. દરેક પરિવાર માટે પાકા મકાનની ખાતરી કરવામાં આવશે. વધુમાં વધુ ગ્રામીણ પરિવારોને ગેસ સિલિન્ડર આપવાના પ્રયાસ કરવામાં આવશે. આયુષ્યમાન ભારત હેઠળ ૧.૫ લાખ હેલ્થ અને વેરનેસ સેન્ટર ખોલવામાં આવશે. સિટિઝનશીપ સુધારા બિલને સંસદના બંને ગૃહોમાંથી પસાર કરવામાં આવશે અને તેને અમલી કરવામાં આવશે. કોઇપણ રાજ્યની સાંસ્કૃતિક અને ભાષાની ઓળખ ઉપર કોઇ તકલીફ આવશે નહીં. ભાજપના સંકલ્પપત્રમાં સામાન્ય લોકો માટે અનેક અનેક વચનો આપવામાં આવ્યા છે.
સંકલ્પપત્રના નામથી ઘોષણાપત્ર જારી કરવામાં આવ્યા બાદ આની ચર્ચા રહી હતી. વડાપ્રધાન મોદી અને અમિત શાહ તથા રાજનાથસિંહની ઉપસ્થિતિમાં સંકલ્પપત્રના નામથી ઘોષણાપત્ર જારી કરાયો હતો જેમાં એવી ખાતરી આપવામાં આવી છે કે, આગામી પાંચ વર્ષમાં દેશમાં સર્વાંગી વિકાસ કરવામાં આવશે જેમાં ઉદ્યોગ, કારોબાર, કૃષિ જગત જેવા ક્ષેત્રોમાં અસરકારક પરિવર્તન મારફતે દેશની અર્થવ્યવસ્થાને નવી ઉંચાઈ ઉપર લઇ જવાના પ્રયાસ થશે. ઘોષણાપત્રમાં સાફ શબ્દોમાં કહેવામાં આવ્યુ છે કે રાષ્ટ્રવાદ પ્રત્યે અમારી પૂર્ણ કટિબદ્ધતા છે. ત્રાસવાદ પ્રત્યે જીરો ટોલરન્સની આક્રમક નીતિ જારી રહેશે. સાથે સાથે એક મજબુત અને નિર્ણાયક સરકાર આપવાની ખાતરી આપવામાં આવી છે. ભાજપના ઘોષણાપત્રમાં કહેવામાં આવ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ તમામ ખેડુતોને આપવામાં આવનાર છે. નાના અને સિમાન્ત ખેડુતોને ૬૦ વર્ષના ગાળા બાદ પેન્શનની સુવિધા આપવામાં આવનાર છે. રાષ્ટ્રીય વેપાર પંચની રચના કરવામાં આવશે. દેશના નાના તમામ દુકાનદારોેને પણ ૬૦ વર્ષના ગાળા બાદ પેન્શનની સુવિધા આપવામાં આવશે. સમગ્ર દેશમાં એક સાથે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણી યોજવા પર ભાર મુકવામાં આવનાર છે. તમામ ખેડુતોને છ હજાર રૂપિયાનો લાભ આપવામાં આવનાર છે. ખેડુતો પર આગામી પાંચ વર્ષના ગાળામાં ૨૫ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવનાર છે. ઘોષણાપત્રમાં જાહેરાત કરવામાં આવી છે કે ક્રેડિટ કાર્ડ પર જે એક લાખ રૂપિયા સુધી લોન મળે છે તેના પર પાંચ વર્ષમાં વ્યાજ શુન્ય ટકા રહેશે. યુનિફોર્મ સિવિલ કોડને લાગુ કરવામાં આવશે.કિસાન કલ્યાણના સંદર્ભમાં ભાજપને લોકો પાસેથી મોટાપાયે સૂચનો મળ્યા હતા.જેમાં ખેડૂતો માટે માસિક પેન્શન યોજના શરૂ કરવાના સૂચન સામેલ હતા. પાર્ટીને ખેડૂતો માટે કૃષક ભવિષ્યનિધિ યોજના શરૂ કરવા માટે સૂચનો પણ મળ્યા હતા. ભાજપે પોતાના સંકલ્પપત્રમાં યુવા અને મહિલા સશક્તિકરણ ઉપર ભાર મુક્યો છે. પાર્ટીને લોકો પાસેથી અનેક સૂચનો છેલ્લા કેટલાક સમયથી મળી રહ્યા હતા. લોકસભા ચૂંટણી માટે ભાજપે ગૃહમંત્રી રાજનાથસિંહના નેતૃત્વમાં સંકલ્પપત્ર સમિતિની રચના કરી હતી. ત્યારબાદ દેશભરમાં આશરે ૭૫૦૦ સૂચન પેટીઓ તૈયાર કરાઈ હતી. ૩૦૦ રથ અને ઇલેક્ટ્રોનિક માધ્યમો મારફતે સૂચનો મળ્યા હતા. નાણામંત્રી અરુણ જેટલીએ ગઇકાલે જ સંકલ્પ પત્રના સંબંધમાં કેટલીક માહિતી આપી હતી. જેટલીએ સંકલ્પ પત્ર અંગે માહિતી આપતા કહ્યું હતું કે, ભાજપે જે કામ કર્યું છે તેનો ઉલ્લેખ થીમ સોંગમાં કરવામાં આવ્યો છે. જેટલીએ કહ્યું હતું કે, ઘોષણાપત્રની પ્રથમ થીમ કામ કરનાર સરકાર રહેશે જ્યારે બીજી થીમ ઇમાનદાર સરકાર અને ત્રીજી થીમ મોટા નિર્ણય લેવા વાળી સરકાર રાખવામાં આવશે. જેટલીએ ઉમેર્યું હતું કે, અમારી સરકારની મોટી સફળતા મધ્યમ વર્ગ માટે રહેલી છે. પાંચ વર્ષના ગાળામાં એક પણ વખત ટેક્સ લાગૂ કરવામાં આવ્યા નથી પરંતુ એક પાર્ટીના લોકો કહે છે કે, અમે જે લોકોની પાસે કેટલાક ખાસ પ્રકારની સંપત્તિ છે તેમના પર બે ટકાના ટેક્સ લાગૂ કર્યા છે.

Related posts

ED notice of Raj Thackeray : Uddhav said- nothing would come out from the inquiry

aapnugujarat

દેશમાં કોરોનાએ રફ્તાર પકડી : ૨૪ કલાકમાં ૪૭,૦૦૦ નવા કેસ

editor

‘નમો જેકેટ’નું ધૂમ વેચાણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1