Aapnu Gujarat
ગુજરાત

વિરપુરમાં અન્નક્ષેત્ર દ્વિ શતાબ્દીના ભાગરૂપે રામકથાનું આયોજન કરાયું

વિરપુર જલારામ ગામે પુજ્ય જલારામ બાપાએ શરૂ કરેલ સદાવ્રતને ૨૦૦ વર્ષ પુર્ણ થતાં હોય તે નિમિત્તે વિરપુર જલારામ ધામ ખાતે અન્નક્ષેત્ર દ્વિ શતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે ભોજન અને ભજનના પ્રાયગના ભાગરૂપે પુજ્ય મોરારીબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથા સ્થળે રાષ્ટ્ર ધ્વજ અને ધર્મ ધ્વજ એક સાથે લહેરાય હતા. પુજ્ય જલારામ બાપાએ માત્ર ૨૦ વર્ષની ઉંમરથી જ ગુરૂ ભોજલરામ બાપાની પ્રેરણાથી ભુખ્યાને ભોજન મળી રહે તે માટે અન્નક્ષેત્ર શરૂ કર્યું હતું જે અન્નક્ષેત્રને ૨૦૭૬ પોષ વદ નોમના રોજ ૨૦૦ વર્ષ પુર્ણ થતાં હોય તેના ભાગરૂપે ગાદીપતી રઘુરામ બાપા દ્વારા ભજન અને ભોજનના પ્રયાગના ભાગરૂપે પુજ્ય મોરારીબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. બાપા પરિવાર દ્વારા કથા સ્થળે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી ને રાષ્ટ્ર ગાન કરવામાં આવ્યું હતું. સાથે પોથી યાત્રામાં સમગ્ર વિરપુર ગામના દરેક સમાજના લોકો પોતપોતાના પહેરવેશમાં આવ્યાં હતાં અને સાથે જલા સો અલ્લાહ ના નારા સાથે મુસ્લિમ ભાઈઓ પણ જોડાયા હતા જે કોમી એકતાના દર્શન પણ થયા હતા. સાથે સાથે શણગારેલા બળદ ગાડાઓ તેમજ અલગ અલગ ફલોટ્‌સ સાથે વિરપુરના માર્ગો પર બાપાના ભક્તોનો સાગર ઉમટી પડ્યો હતો. ૧૦ દિવસ સુધી ચાલનારી મોરારીબાપુની રામકથામાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા પણ પધાર્યા હતાં. કથા વિરામ બાદ સુંદર ભક્તિ સંગીતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એશ્વર્યા મજમુદારે ભક્તિ સંગીતથી દરેક સ્ત્રોઓુને ડોલાવી દીધા હતાં.
કથા દરમ્યાન દરેક યાત્રિકો માટે મફતમાં રીક્ષા સેવા, મફતમાં એસ.ટી.ની સુવિધાઓ પુરી પાડવામાં આવી છે. સાથે બહારથી આવતા ભક્તજનો માટે ઉતારા સાથે અન્નક્ષેત્ર પ્રસાદની પણ ખુબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. ૧૦ દિવસ સુધી ચાલનારી રામકથામાં ગાગર જેવડા વિરપુરમાં ભક્તિનો સાગર ઉમટી પડ્યો હતો અને સંપૂર્ણ વિરપુર ભક્તિમય બન્યું હતું.
(તસવીર / અહેવાલ :- દેવરાજ રાઠોડ)

Related posts

ધ્રાંગધ્રાના રણ કાંઠા વિસ્તારમા રસીકરણ મહાઅભિયાન હાથ ધરાયુ

editor

મ્યુનિ. હોસ્પિટલની સેવા અંગે કોડ દ્વારા ફીડબેક આપી શકાશે

aapnugujarat

शाहआलम से खोडियारनगर तक दस बड़े गड्ढे होने पर तुरंत रिपेरिंग करने विपक्ष की द्वारा मांग

aapnugujarat

Leave a Comment

UA-96247877-1