Aapnu Gujarat
શિક્ષણ

રાજપીપળામાં ગુજરાત રેન્જર્સ ફોરેસ્ટ કોલેજ દ્વારા ‘દાન ની દીવાલ’ની શરૂઆત

રાજપીપળાની રેન્જર્સ ફોરેસ્ટ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. કે. રમેશ દ્વારા વડીયા પેલેસના મુખ્ય દરવાજા પાસે આજે ‘દાન ની દીવાલ’ની શરૂઆત કરવામાં આવી છે. આ દીવાલનો મુખ્ય હેતુ દાન કરનાર પોતે બિન જરૂરી ચીઝ વસ્તુઓ મૂકી જાય અને જરૂરતમંદ ત્યાંથી પોતાની જરૂરિયાતની વસ્તુ લઇ જાય તે હેતુ રહેલો છે.
આ બાબતે કોલેજના આચાર્ય ડૉ. કે રમેશે જણાવ્યું હતું કે આપણાં ધર્મમાં દાનનું ખૂબ મહત્વ છે. અત્યારે શિયાળો ચાલી રહ્યો છે અને અમારી પાસે અહીંયા જગ્યા હતી અને આજે નવું વર્ષ શરૂ થયું ત્યારે એક સારો વિચાર આવ્યો કે કોઈકનું ભલુ થાય ત્યારે આ અભિગમ સાથે આજે આ ‘દાન ની દીવાલ’ની શરૂઆત કરવામાં આવી છે. અહીંયા દાની અને દાન લેનાર બંને ગુપ્ત રહે છે. ઉપરાંત લોકોને પોતાની પાસે રહેલી વધારાની વસ્તુઓ આ ‘દાન ની દીવાલ’માં મુકવા અનુરોધ કર્યો હતો.
(તસવીર / અહેવાલ :- આરીફ જી. કુરૈશી, રાજપીપળા)

Related posts

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાબરકાંઠા દ્વારા પડતર પ્રશ્નોને લઈ આવેદનપત્ર સોંપાયું

editor

સિવિલ સર્વિસ એક્ઝામમાં મોટાપાયે ફેરફાર

aapnugujarat

છ આયુર્વેદિક કોલેજ બેઠક પર પ્રવેશ માટે રીન્યુઅલની મંજુરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1