Aapnu Gujarat
ગુજરાત

રાજપીપળામાં આદિવાસીઓ દ્વારા રેલી કઢાઈ

સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રવાસનને વિકાસ કરવા માટે ગુજરાત સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન વિકાસ સત્તામંડળ વિધેયકનો કાયદો લાગુ કર્યો છે પરંતુ જેનો ઠેર ઠેર વિરોધ કેવડિયા વિસ્તારમાં થઇ રહ્યો છે ત્યારે નર્મદા જિલ્લા સહિત ૭૦ ગામના આદિવાસી આગેવાનો અને આદિવાસો અને આ કાયદાને રદ કરવાની માંગ સાથે ગુજરાત રાજ્યના આદિવાસી સમાજ સંગઠનો જોડાયા છે અને જેમના દ્વારા રાજપીપળા ખાતે આજે રેલી પણ કાઢવામાં આવી હતી. કોઈપણ પ્રકારનું ઘર્ષણ ન થાય તે માટે પોલીસ દ્વારા કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામા આવ્યો હતો.કેવડિયા કોલોનીમાં પહેલા કાડા લગાવવામાં આવ્યો હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન વિકાસ સત્તા મંડળ વિધેયક લાવી નોટિફિકેશન ઝોન લાવી એક કમિટીની રચના કરી સમગ્ર કામગીરી અને વિકાસની જવાબદારી હવે આ કમિટી કરશે. એક બાજુ જિલ્લામાં પેસા એક્ટ લાગુ છે અને બીજી બાજુ બંધારણના કાયદાનું ઉલ્લંઘન કરી ગ્રામપંચાયતોનો સ્વતંત્ર દરજ્જો લઇ લેવામાં આવી રહ્યો છે જેવા આક્ષેપ સાથે ઉગ્ર આંદોલન આદિવાસીઓ દ્વારા રણશઇંગુ ફુંકાઈ ગયું છે. આ કાયદો નહીં હટાવે તો હજુ ઉગ્રઅંદોલન કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
(તસવીર / અહેવાલ :- આરીફ જી. કુરૈશી, રાજપીપળા)

Related posts

वरमोर दलित युवक हत्याकांड : लापता पत्नी की जानकारी मिली

aapnugujarat

હિંમતનગરમાં સીસીઆઈએમ એક્ટના વિરોધમાં મેડિકલ એસો. હડતાળ રાખી

editor

અમદાવાદમાં 27 વર્ષીય મહિલાનું કોરોનાના કારણે મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1