Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ઓસ્ટ્રેલિયામાં હવે પાણીની પણ ચોરી !!!

ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે કાળઝાળ ગરમી પડી રહી છે. લોકોની હાલત કફોડી બની રહી છે. છેલ્લાં બે મહિનાથી જંગલોમાં લાગેલી આગ હવે ધીમે ધીમે સિડની તરફ વધી રહી છે. દેશનાં મોટાભાગના વિસ્તારોના જળાશયો સૂકાઈ જવાની સ્થિતિમાં છે. પાણીની તંગી હોવાથી ચોરોએ ન્યુ સાઉથ વેલ્સના એક અછતગ્રસ્ત વિસ્તારમાંથી ૩ લાખ લિટર પાણીની ચોરી કરી છે. સ્થાનિક પોલીસે ચોરોની શોધખોળ શરૂ કરી દીધી છે.
રિપોર્ટ પ્રમાણે તેમણે સિડનીથી ત્રણ કલાકના અંતરે સ્થિત ઇવાન્સ પ્લેનમાં એક ખાનગી પ્રોપર્ટીમાંથી બે ટેન્કર જેટલા પાણીની ચોરી થઈ છે. પોલીસે સ્થાનિકો પાસેથી જાણકારી મેળવવાની શરૂઆત કરી છે. પોલીસ એ જાણવાની કોશિષ કરી રહી છે કે, તેમણે કોઇ ટ્રક અથવા લોડરને ઇવાન્સ પ્લેનમાંથી ટેન્કર લઇ જતા જોયું તો નથી ને. પોલીસ કર્મચારીઓનું કહેવું છે કે ઓસ્ટ્રેલિયામાં છેલ્લા ઘણા સમયથી દુષ્કાળની પરિસ્થિતિ છે. આવા સમયે પાણીની અછતના લીધે ચોરોએ આ ઘટનાને અંજામ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ન્યૂ સાઉથ વેલ્સમાં અત્યારે ભયંકર દુષ્કાળની પરિસ્થિતિ છે. ઇવાન્સ પ્લેનમાં સ્થિત બાથર્સ્ટ પોલીસ ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે અત્યારે શહેરમાં ઉપલબ્ધ બાંધમાં પાણીનું સ્તર ૩૭ ટકા પહોંચી ગયું છે. બાંધ બન્યા બાદ તેમાં પાણીનું સૌથી ઓછું સ્તર અત્યારે છે. ગરમીના કારણે દર અઠવાડિયે પાણીનું ૧.૧ ટકાના દરે વાષ્પીકરણ થઇ રહ્યું છે. અત્યારે વરસાદની કોઇ સંભાવના દેખાઇ નથી રહી. પાણીની ક્વોલિટી તપાસ કરનાર ટીમનું કહેવું છે કે પાણીમાં જેટલી વધારે રાખ જામશે તેટલું તેને સાફ કરવું મુશ્કેલ બનશે. આવી પરિસ્થિતિમાં સ્થાનિક લોકોને પીવા માટે ખરાબ પાણી મળે તેવું બની શકે છે.
ઓસ્ટ્રેલિયામાં ગુરૂવારે લગાતાર બીજો દિવસ સૌથી વધારે ગરમ રહ્યો. દેશભરમાં તાપમાન એવરેજ.૪૧.૯ ડિગ્રી રહ્યું. એવું માનવામાં આવી રહ્યું છે કે દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં તાપમાન ૫૦ ડિગ્રી સુધી પહોંચી જશે. તે સિવાય ૬૦ કિ.મી પ્રતિ કલાકની સ્પીડથી ઉડી રહેલી સૂકી ગરમ હવાઓના લીધે આગ લગાતાર સિડની તરફ આગળ વધી રહી છે. અત્યારે લગભગ ૨૦૦૦ ફાયરફાઇટર્સ આગ બુઝાવવામાં લાગેલા છે.
સિડનીની આસપાસના જંગલોમાં લાગેલી આગનો ધુમાડો શહેર સુધી પહોંચતા પ્રદુષણનું સ્તર શહેરી વિસ્તારમાં વધ્યું છે.
ન્યૂ સાઉથ વેલ્સની રાજધાની સિડની જંગલોમાં લાગેલી આગના લીધે ગંભીર રીતે પ્રભાવિત છે. અહીં જંગલોમાંથી ધુમાડો શહેર સુધી પહોંચી ગયો હતો જેના લીધે લોકોને તેમનું ઘર છોડીને જવું પડ્યું હતું. હવામાન વૈજ્ઞાનિકો પ્રમાણે જંગલોની આગમાંથી નિકળતા ધુમાડા અને રાખના કારણે મોટાભાગના જળાશયોનું પાણી પ્રભાવિત થયું છે.

Related posts

પરમાણુ પરીક્ષણ બંધ કરવા તૈયાર થયું ઉત્તર કોરિયા

aapnugujarat

बुर्किना फासो में आतंकी हमला, 35 लोगों की मौत, 80 आतंकी ढेर

aapnugujarat

ઓસ્ટ્રેલિયાએ ‘સ્કીલ્સ ઈન ડિમાન્ડ’ વિઝા શરૂ કર્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1