Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પરમાણુ પરીક્ષણ બંધ કરવા તૈયાર થયું ઉત્તર કોરિયા

ઉત્તર કોરિયાના તાનાશાહ નેતા કિમ જોન્ગ ઉને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઈનના વિશેષ રાજદૂતની મુલાકાત કરી હતી. આ મુલાકાતનો ઉદ્દેશ બન્ને દેશો વચ્ચે મધુર સંબંધો બનાવવાનો હતો. દક્ષિણ કોરિયાનું કહેવું છે કે ઉત્તર કોરિયાએ પરમાણુ હથિયારો તેમજ મિસાઈલોના પરીક્ષણ પર રોક લગાવવા સહમતિ દર્શાવી છે.
દક્ષિણ કોરિયાના પ્રેસિડેન્શિયલ નેશનલ સિક્યોરિટી ડાયેક્ટરે મંગળવારે જણાવ્યું કે ઉત્તર કોરિયાએ જણાવ્યું છે કે તે વોશિંગ્ટન અને પ્યોંગયાંગ વચ્ચે સંબંધો સામાન્ય બનાવવા માટે અમેરિકા સાથે વાત કરવા તૈયાર છે.તેમણે જણાવ્યું કે ઉત્તર કોરિયાનું કહેવું છે કે જો તેમના દેશને મળી રહેલી સૈન્ય સંબંધી ધમકીઓનો અંત આવે છે તેમજ તેમના દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે તો તેઓને પરમાણુ હથિયારોનો રાખવાની કોઈ જરૂર નથી. આ ઉપરાંત ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયા વિરુદ્ધ કોઈપણ પારંપરિક અથવા પરમાણુ હથિયારો નો ઉપયોગ નહીં કરવાનો વાયદો પણ કર્યો છે. બન્ને દેશ એપ્રિલના અંતમાં વાતચીત કરવા સહમત પણ થયા છે.ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે આંતર કોરિયાઈ સંમેલનના આયોજનને લઈને એક સમજૂતી પર સહમતિ સધાઈ છે. ઉત્તર કોરિયાના સરકારી મીડિયા મુજબ, દક્ષિણ કોરિયાના પ્રતિનિધિઓએ દેશના રાષ્ટ્રપતિ મૂન જે ઈનનો એક પત્ર કિમ જોંગ ઉનને આપ્યો, જેમાં મૂને સંમેલન યોજવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.કિમ અને દક્ષિણ કોરિયાના રાજદૂતોએ કોરિયાઈ પારાદ્વીપમાં સૈન્ય તણાવને ઘટાડવા તેમજ વાતચીત અને સહયોગને પ્રોત્સાહન માટે વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું. સમાચાર એજન્સી એકેના મતે, કિમ જોંગ ઉને સીઓલના પ્રતિનિધિમંડળ સાથે ગંભીર વાતચીત કરી અને બન્ને દેશો વચ્ચે સંબંધો વધારવા અને રાષ્ટ્રીય પુર્નએકીકરણનો નવો ઈતિહાસ લખવા દ્રઢ ઈચ્છાશક્તિ વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીના પ્રારંભમાં કિમ જોંગ ઉનની બહેન કિમ યો જોંગે શિયાળુ ઓલિમ્પિકના અવસરે દક્ષિણ કોરિયાની ઐતિહાસિક મુલાકાત લીધી હતી અને મૂનને ઉત્તર કોરિયા આવવા નિમંત્રણ આપ્યું હતું. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂને આ નિમંત્રણનું સ્વાગત કર્યું હતું.

Related posts

अफगानिस्तान का भरोसेमंद सहयोगी हैं भारतः यूएस

aapnugujarat

જી-૨૦ઃ ટ્રમ્પે પુતિન સાથેની મુલાકાત રદ કરી, રશિયા-યુક્રેન વિવાદને ગણાવ્યું કારણ

aapnugujarat

इमरान पूरा नहीं कर पाएंगे कार्यकाल : बिलावल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1