Aapnu Gujarat
શિક્ષણ

પોશીનાની અંબાસર પ્રાથમિક શાળા ખાતે વાંચન અભિયાન અંતર્ગત સરપ્રાઈઝ ફકરાનું વાંચન કરાયું

સરકાર શ્રી દ્વારા આ વર્ષે બાળકોના વાંચન કૌશલ્ય પર વધુ ભાર આપે ભાષા વાંચન અભિયાન અંતર્ગત અનેક પ્રવૃત્તિઓ શાળાઓમાં યોજવામાં આવી રહી છે જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મીતા ગઢવીના માર્ગદર્શન હેઠળ તથા બી.આર.સી પિયુષ જોશીના માર્ગદર્શન તળે પોશીનાની અંબાસર પ્રા. શાળા ખાતે ભાષા વાંચન અભિયાન , ભાષાદીપ અંતર્ગત ભાષાશુદ્ધિ અને વાંચન પ્રત્યે અભિરુચિ કેળવવા માટે સરપ્રાઇઝ ફકરાનું વાંચન કરવાનું આયોજન કરાયું હતું. આ આયોજનમાં ફકરા બોક્સ બનાવી સાદા વાક્યોના પકડા બનાવી જેમાં મૂકી બાળક જાતે ચિઠ્ઠી ઉપાડી બધા બાળકો સમક્ષ વાંચન કરે એવું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં ધોરણ ૩ થી ૫ના બાળકોએ ભાગ લીધો હતો. શાળાના આચાર્ય સ્નેહલ પટેલ તથા શાળા પરિવારે સુંદર આયોજન કર્યું હતું. સી.આર.સી.કો-ઓર્ડીનેટર દિનેશ નાયી( દીપ)એ બાળકોના ઉત્સાહમાં વધારો કરી અભિનંદન પાઠવ્યા હતાં.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

શાળાઓ ખોલવા અંગે હાલ કોઈ વિચાર નથી ઃ મુખ્યમંત્રી

editor

વાલીઓ જે કોઇ પ્રશ્ન હોય તો ફી સમિતિ સમક્ષ રજૂ કરે : શિક્ષણમંત્રી

aapnugujarat

गांधी के विचारों को व्यवहार में उतार रहे हैं विदेशी छात्र

aapnugujarat

Leave a Comment

UA-96247877-1