Aapnu Gujarat
શિક્ષણ

વિજયનગર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનો એક દિવસ ધરણા કાર્યક્રમ

વિજયનગર તાલુકા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા એક દિવસીય ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા તેમજ શિક્ષણ નીતિમાં પ્રાથમિક શિક્ષણને સુદૃઢીકરણ કરવા તથા વિવિધ પ્રશ્નો સંદર્ભે અખિલ ભારતીય પ્રાથમિક સંઘના પ્રશ્નો, જૂની પેન્શન યોજના તાત્કાલિક ચાલુ કરવી, છઠ્ઠા પગારપંચની વિસંગતાઓ દૂર કરી સાતમા પગરપંચનું સંપૂર્ણ અમલીવારી તા.૦૧/૦૧/૨૦૧૬ની અસરથી સમગ્ર દેશનાં બધાં શિક્ષકો માટે સમાન રૂપે લાગુ કરવી, દેશના બધા રાજ્યોના શિક્ષકો પેરા ટીચર્સ સહાયક / વિદ્યાસહાયક / ગણ શિક્ષકો અથવા નિયોજિત શિક્ષકોને ૩૧-૦૩-૨૦૨૧ પહેલા એક સરખું વેતન આપવામાં આવે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શિક્ષકને હાનિકર્તા બાબતો દૂર કરવી, શિક્ષક લાયકાત માટે લેવાતી પરીક્ષાઓ શિક્ષક કોર્સ માટેની પરીક્ષા પહેલા પૂર્વ આયોજન થાય તેમ કરવું ઉચ્ચતર પગાર ધોરણ, પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણમાં ૪૨૦૦નો ગ્રેડ પે ચાલુ રાખવા,૩૦ કરતા ઓછી સંખ્યાની શાળો મર્જ ના કરવા બાબત, ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોને ૪૨૦૦નો ગ્રેડ પે આપવા બાબત, એચ.ટાટ આચાર્યના બદલીના નિયમોમાં વિધાર્થીઓની સંખ્યા બાદ દૂર કરવા બાબત, સી.આર. સી/બી.આર.સી.ને પ્રતિનિયુક્તિ રદ થતાં મૂળ શાળા કે મૂળ તાલુકાની લાભ આપવામાં બાબત આ ધરણા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા હતા અને અંતમાં મામલતદારને આવેદન પાત્ર પાઠવવામાં આવ્યું હતું.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

નબળા વિધાર્થીઓ માટે શિક્ષિકા દ્વારા લિખિત અનોખું પુસ્તકઃ ‘ગણિત ગમે છે’

aapnugujarat

વિવેકાનંદ હાઈસ્કૂલની બસને ગોધરા નજીક અકસ્માત નડ્યો

aapnugujarat

પશ્ચિમ ઝોનની યુનિ.ના વાઇસ ચાન્સેલર્સનો આજથી મેળાવડો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1