Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં મોદી ફેસ્ટનું દબદબાપૂર્વક સમાપન

કેન્દ્ર સરકારની ત્રણ વર્ષની સુશાસનની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતાં “મેકિંગ ઓફ ડેવલપ્ડ ઈન્ડિયા” (મોદી) ફેસ્ટનું દેશભરમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રણ દિવસીય કાર્યક્રમ દરમિયાન સરકાર દ્વારા જનહિત માટે શરૂ કરવામાં આવેલી અનોખી યોજનાઓની માહિતી લોકોને પૂરી પાડવામાં આવી હતી.
ગુજરાતમાં ત્રણ તબક્કામાં મોદી ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ તબક્કામાં ગાંધીનગર, ભાવનગર, દિવ, દમણ અને સેલવાસમાં આ કાર્યક્રમ યોજાયો હતો. બીજા તબક્કામાં અમદાવાદ, જૂનાગઢ, વડોદરા, સુરત અને રાજકોટ શહેરમાં મોદી ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં આ કાર્યક્રમનું કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ, જૂનાગઢમાં સાંસદ રાજેશભાઈ ચૂડાસમા, વડોદરામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, સુરતમાં કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા અને રાજકોટમાં ગુજરાતનાં મંત્રી જયેશભાઈ રાદડીયાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
જ્યારે ત્રીજા તબક્કામાં જામનગરમાં કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડા, આણંદમાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર, ભરૂચમાં કેન્દ્રીય મંત્રી કલરાજ મિશ્ર અને કચ્છમાં સંસદીય સચિવ વાસણભાઈ આહિરના હસ્તે મોદી ફેસ્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ત્રણ દિવસના આ કાર્યક્રમની માહિતી ઘર-ઘર સુધી પહોંચાડવા માટે શહેરમાં પ્રચાર રથ પણ ફેરવવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ દરમિયાન દરરોજ લકી ડ્રો, ક્વિઝ જેવા આયોજન પણ કરવામાં આવ્યા હતા. જેમાં વિજેતાને ઉર્જા બચતના સાધન (એલઈડી બલ્બ) ભેટ આપવામાં આવ્યા હતા.
રાજ્યના વિવિધ શહેરોમાં યોજાયેલા આ કાર્યક્રમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો.
લોકો દ્વારા પોસ્ટકાર્ડ અને જન કી બાતને ખૂબ પસંદ કરવામાં આવી હતી. સરકાર દ્વારા થતી કામગીરી અંગે સરકાર જ માહિતી આપવા જન-જન સુધી પહોંચી હોઈ લોકોએ તેને ઉત્સાહભેર આવકારી હતી.
મોદી ફેસ્ટની સાથે-સાથે રાજ્યભરમાં “સૌનો સાથ, સૌનો વિકાસ” સંમેલનો પણ યોજવામાં આવ્યા હતા. જેમાં પણ કેન્દ્રીય મંત્રીઓએ ઉપસ્થિત રહી લોકોને સરકારની નીતિઓ અને શરૂ કરેલી નવી યોજનાઓ વિશે માહિતી આપી હતી.

Related posts

कांग्रेस उम्मीदवार की पसंदगी प्रक्रिया अक्टूबर तक पूरी होगी

aapnugujarat

સુરત AAPમાં ગાબડું, 6 કોર્પોરેટરોએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો

aapnugujarat

चिरीपाल इन्डस्ट्रीज में डेढ़ साल में चौथी बड़ी आग चर्चा का केन्द्र

aapnugujarat

Leave a Comment

UA-96247877-1