Aapnu Gujarat
સ્વસ્થતા

પોતાના રોજિંદા જીવનમાં બસ આ પાંચ આદતો બદલો, બીમારીને દુર ભગાડો

તમારી પાસે ભલે બધું જ છે પણ શરીરમા તંદુરસ્તી નથી તો તમે સુખી જીવન ક્યારેય જીવી શકતા નથી. બદલાતી લાઈફ સ્ટાઈલ, ખાન-પાનની ખોટી ટેવો અને વધુ લાંબા સમય સુધી બેસીને કામ કરવું તંદુરસ્તી માટે ખરાબ અસર કરે છે. પોતાના રોજિંદા જીવનમાં ફકત આ પાંચ ફેરફાર કરવાથી તમે ફીટ અને તંદુરસ્ત રહેશો.

• સવારે વહેલા ઉઠો :

જો તમે સવારે બને એટલા વહેલા ઉઠશો તો તમે ફ્રેશ તો રહેશો તેની સાથે સાથે એક્સ્ટ્રા એનર્જીથી ભરપૂર રહેશો. સવારે વહેલા ઊઠીને હલકો તડતો પણ થોડો લઈ શકો છો. જેના લીધે તમારા હાડકા કે સાંધાના દુઃખાવાની તકલીફ નહીં થાય. આ સિવાય સવારનું વાતાવરણ અને ઑક્સિઝન તમારી હેલ્થ માટે ઉપયોગી છે.

• પાચન તંત્રને ફીટ રાખો :

જો તમે હમેશા ફીટ રહેવા માંગો છો તો પાચન તંત્ર તંદુરસ્ત અને સ્વસ્થ બનાવી રાખવું ખૂબજ અગત્યનું છે. ખાવાનું આરામથી અને ધીમે ધીમે જમો. જમ્યા પછી તરત જ બેડ ઉપર સુવા માટે ન જાઓ.

• દિવસમાં અડધો કલાક યોગ કરો :

સવારે કસરત કરવી અગત્યની મનાય છે. જીમ કરો કે યોગ, પણ હેલ્થ માટે હમેશાં 30 મિનિટ ફિજિકલ એક્ટિવિટી જરૂરી છે. યોગ તથા મેડિટેશન તમને ફિઝિકલ અને મેન્ટલી સારા રાખશે.

• ખાવા ઉપર ધ્યાન આપો :

જરૂરતથી કરતાં વધારે ખાવું તમારા શરીરને હાની પહોંચાડે છે. તેથી ફિઝિકલ એક્ટિવિટી અનુસાર ડાયટ પસંદ કરો. ખાવાને ધીમે ધીમે તથા બને એટલું ચાવીને ખાવું જોઈએ. જેના લીધે ઝડપથી પચશે તથા હેલ્થને ફીટ રાખશે. આવું કરવાથી શરીરમાં ફેટ વધવાના ચાંન્સ ઓછા થઈ જશે.

• મોબાઈલનો ઉપયોગ ડાબા કાને કરો :

ડૉક્ટરના કહ્યા અનુસાર મોબાઈલ ફોન વાત કરતા સમયે તમારે હંમેશા ડાબા કાનનો ઉપયોગ જ કરવો જોઈએ. જમણો કાન સીધો બ્રેન ઉપર અસર કરે છે. તમે નાની નાની બાબતો માટે હેરાન થઈ શકો છો. એક પ્રયોગ પ્રમાણે તમે ફોન ઉપર વાત કરવા માટે ડાબા કાનનો ઉપયોગ કરો છો ત્યારે રેડિએશન બ્રેન ઉપર વધારે હાની કરે છે. આ સિવાય ઊંઘવાના સમયના એક કલાક પહેલા મોબાઈલ, લેપટોપ, ટીવી જેવા ઉપકરણોનો ઉપયોગ ન કરો. જેનાથી તમને ઊંઘ સારી આવશે.

Related posts

Fit Couples Share Tips On Working Out Together

aapnugujarat

A new boxing gym in Monroeville gives women the opportunity to train

aapnugujarat

Woman Shares Transformation A Year After Taking Up Running

aapnugujarat

Leave a Comment

UA-96247877-1