Aapnu Gujarat
ગુજરાત

યુપીમાં પણ બનાસ ડેરી ૭૦૦ ગણું ઉત્પાદન કરશે : ચૌધરી

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનૌના સુલ્તાનપુર રોડ ખાતે આવેલા બનાસ ડેરીના પ્લાન્ટની ૧૭મી જૂનના રોજ નિરીક્ષણ મુલાકાત લીધી હતી. આ સમયે ગુજરાતના આરોગ્યમંત્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ઉમળકાભેર તેમનું સ્વાગત કર્યું હતું. સહકારી ક્ષેત્રના સુનિયોજીત પગલાઓ અને તેના થકી ઉત્તર પ્રદેશના ખેડૂતોના જીવનમાં ઉન્નતિનું અજવાળુ પાથરવા અંગેની વિવિધ બનાસ ડેરી થકીની કામગીરીથી ચૌધરીએ યુપીના મુખ્યમંત્રીને અળગત કર્યા હતા. યોગી આદિત્યનાથે પણ ડેરીના યંત્ર-તંત્ર ઇત્યાદીની બારીકાઈથી નોંધ લઇ શંકર ચૌધરી અને તેમની બનાસ ડેરીની ટીમ પાસેથી તેની સમજણ મેળવી હતી. મુખ્યમંત્રીએ અહીં બનાસ ડેરીના ભવિષ્યના પ્રોજેક્ટ અને તેમના કાર્યાવનની સમયાવધી વિશે પણ સમજણ મેળવી હતી.
યુપીના મુખ્યમંત્રીએ રાજ્યના સહકારી માળખાના સુંદર ઉપયોગ થકી ખેડૂતોના ઉત્કર્ષ માટે બનાસ ડેરીના પ્રાયસોની સરાહના કરી ભવિષ્યના આયોજનો માટે શુભેચ્છા આપી પ્રોત્સાહિત કર્યા હતા. ૪૩ લાખ લીટરની ઉત્પાદન ક્ષમતા ધરાવતી સહકારી ક્ષેત્ર દ્વારા ચલાવાતી બનાસ ડેરીએ ઉત્તર પ્રદેશની સૌથી મોટી ડેરી છે કે, જેના પ્લાન્ટ લખનૌ અને કાનપુરમાં આવેલા છે. હાલ યુપીના ૧૫૦૦ જેટલા ગામો એક લાખથી વધુ દૂધ ઉત્પાદકો પ્રતિદિન આ ડેરીમાં દૂધ ભરાવે છે. ૨૦૨૦-૨૧ સુધીમાં બનાસ ડેરીનો પ્રતિદિન ૨૦-૨૧ લાખ દૂધ પ્રતિદિન ભરાય તેવો વિસ્તરણ કાર્યક્રમ હોવાનું અહીં શંકર ચૌધરીએ જણાવ્યું હતુ ંકે જેના કારણએ ૭૦૦ ઘણો ઉત્પાદનમાં વધારો અને તે થકી લગભગ રૂપિયા ૩૫૦૦ કરોડના આ સહકારી વ્યવસ્થા મારફતે ખેડૂત સાથેના સીધા વ્યાપારનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. દેશમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન ધરાવતા યુપીમાં રોજનું ૭.૨ કરોડ લીટર દૂધ ઉત્પાદિત થાય છે.

Related posts

तिरुपति कपासिया ऑयल में मिलावट पर कोर्ट का आदेश

aapnugujarat

કોંગ્રેસ દ્વારા વફાદારોને ઇનામ અને ગદ્દારોને કડક સજા કરાશે

aapnugujarat

જિજ્ઞેશ મેવાણી કોંગ્રેસમાં જાેડાઈને પણ કોંગ્રેસી ન બની શક્યા

editor

Leave a Comment

UA-96247877-1