Aapnu Gujarat
મનોરંજન

મિ. ઇન્ડિયાની સિક્વલમાં શ્રીદેવી ચમકશે : અહેવાલ

બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી શ્રીદેવી ફરીએકવાર મિ. ઇન્ડિયાની સિક્વલમાં કામ શરૂ કરનાર છે. ફિલ્મમાં શ્રીદેવીની સાથે અન્ય અભિનેતાઓને લઇને હજુ કોઇ સ્પષ્ટતા કરાઈ નથી પરંતુ મુખ્ય અભિનેતા તરીકે અનિલ કપૂર જ રહે તેવી પ્રબળ શક્યતા દેખાઈ રહી છે. ફિલ્મમાં એક નવી જોડીને પણ લેવામાં આવનાર છે. જે મહત્વપૂર્ણ ભૂમિકામાં રહેશે. ફિલ્મમાં છેલ્લી સ્ટોરીને જ આગળ લઇ જવામાં આવશે પરંતુ આના માટે એક સારી પટકથાની જરૂર પડશે. શેખર કપૂર દ્વારા આ ફિલ્મના નિર્દેશનને લઇને ઇન્કાર કરવામાં આવ્યા બાદ અન્ય કોઇ નિર્દેશકને આ જવાબદારી સોંપવામાં આવનાર છે. એમ માનવામાં આવે છે કે, ફિલ્મના નિર્દેશન માટે રાકેશ ઓમપ્રકાશની પસંદગી કરવામાં આવી શકે છે. વિતેલા વર્ષોની મિ. ઇન્ડિયા ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર રેકોર્ડ સફળતા હાંસલ કરી ગઈ હતી જેમાં અનિલ કપૂર-શ્રીદેવીની સાથે સાથે અન્ય અભિનેતાઓમાં અમરિશપુરીએ યાદગાર ભૂમિકા અદા કરી હતી. હવે સિક્વલ ફિલ્મની તૈયારી હાથ ધરાઈ છે. શ્રીદેવીએ થ્રીલર ફિલ્મ મોમની સાથે ફરી એકવાર સિલ્વર સ્ક્રીન પર પાંચ વર્ષ બાદ એન્ટ્રી કરી લીધી છે.
આ ફિલ્મ માતા અને પુત્રીના સંબંધો ઉપર આધારિત છે. શ્રીદેવી ફિલ્મોમાં કમબેક કર્યા બાદ સફળ થઇ ન હતી. જો કે, તે આશાવાદી બનેલી છે. મિ. ઇન્ડિયાની સિક્વલ ફિલ્મમાં નવી જોડીને લઇને વાત કરવામાં આવ્યા બાદ અટકળોનો દોર શરૂ થયો છે.

Related posts

किसी को मुझे फिल्म में नहीं लेना चाहिए : करण जौहर

aapnugujarat

‘राधे’ की शूटिंग शुरू

editor

બરેલી કી બરફીમાં કૃતિ કોઇ પણ ગ્લેમર વિના ચમકશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1