Aapnu Gujarat
ફેશન

શું તમારા પણ જલદી થવાના છે લગ્ન, તો સારા લુક માટે આહારમાં સામેલ કરો આ એક વસ્તુ

દરેક યુવતી પોતાના મેરેજના દિવસે એકદમ સુંદર દેખાવા માંગે છે. તે લગ્નની લહેંગા હોય કે સાડી, જો તમારા શરીરનો શેપ સારો હોય તો તમે સુંદર અને આકર્ષક દેખાતા કોઈ રોકી શકતું નથી. પણ આ બધુ એક જ દિવસમાં સાથે મળી શકતું નથી.

1. હમેશા તાજો ખોરાક લો

વજન નિયંત્રણ તથા ચહેરાની રોનક માટે તાજા ઘરેલું ખોરાક લો. પ્રોસેસ્ડ ખોરાક આરોગ્ય માટે ખૂબ જ બિનઉપયોગી છે. તેઓ ફક્ત ને ફક્ત શરીરમાં કેલરી વધારવાનું જ કામ કરે છે.

2. મીઠી વસ્તુઓથી દૂર રહો

તમારા આહારમાંથી મીઠી વસ્તુને દરરોજ માટે દૂર કરો. મધ, ઓર્ગેનિક ગોળ, નાળિયેર ખાંડ અને ડેટ સુગર જેવા તંદુરસ્ત ખાંડના ઓપ્શન પસંદ કરો. તેમાં એન્ટીઑકિસડન્ટો હોય છે, જેનાથી ચહેરા પર ગ્લો પણ નિખરી આવે છે.

3. ખોરાકમાં વિટામિન સી સામેલ કરો

ખોરાકમાં બની શકે એટલો વધુ વિટામિન સી નો સમાવેશ કરો. ડાર્ક ફળો તથા શાકભાજીમાં વિટામિન સી વધુ જોવા મળે છે. વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને વધારે છે, પણ ત્વચાને સારી રાખવામાં પણ મદદ કરે છે.

4. ડીટૉક્સ યોગ્ય રીતે

દિવસ દરમિયાન ફળો તથા શાકભાજી ખાવાથી શરીરને ડિટૉક્સ કરો. આ તમારી પાચન શક્તિમાં પણ સુધરવાનું કામ કરશે. ફળો અને શાકભાજી શરીરમાંથી ઝેર દૂર કરવામાં હેલ્પ કરે છે.

5. સક્રિય રહો

તમે પોતે શક્ય હોય તેટલું સક્રિય રહેવાનું કામ રાખો. સક્રિય રહીને પરસેવો દ્વારા ઝેર મુક્ત થાય છે, વધારાની કેલરી બર્ન થઈ જાય છે, શરીર આકારમાં રહે છે અને પાચન પણ યોગ્ય છે.

6. ઊંઘ પૂર્ણ કરો

સુવામાં કોઈપણ જાતનો ઘટાડો ન કરો. વધુ સૂવાથી તમારી ત્વચા અને વાળ બંને સારા રહે છે. ઓછી ઊંઘને લીધે તમારું વજન પણ વધી જાય છે, જેને સરળતાથી ઓછું કરવું કઠીન છે.

Related posts

Red is a must-have trend this season and not just for Christmas

aapnugujarat

ફળ ખાધા બાદ શું પાણી પીવુ જોઈએ, જાણો આ મામલે આયુર્વેદનું શું કહેવું છે…

aapnugujarat

Fashion | ‘Ironic Pink’ And 4 Other Back-To-School Trends

aapnugujarat

Leave a Comment

UA-96247877-1