Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં શ્રી બાવન વણકર સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

અમદાવાદનાં સરખેજ વિસ્તારમાં શ્રી બાવન વણકર સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. આ સ્નેહ મિલન કાર્યક્રમમાં સમાજનાં તેજસ્વી તારલાઓને શિલ્ડ અને પ્રમાણપત્ર ઉપસ્થિત મહેમાનોનાં હસ્તે આપવામાં આવ્યા હતાં, તો બીજીબાજુ સરકારી સેવા બજાવી નોકરીમાંથી નિવૃત્ત થયેલા સરકારી કર્મચારીઓનું પણ ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત બાળાઓએ પ્રાર્થના સાથે કરી હતી અને બાદમાં ઉપસ્થિત આમંત્રિત મહેમાનોનો ટૂંકો પરિચય આપવામાં આવ્યો હતો, ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરને ફૂલહાર કરી કાર્યક્રમ શરૂ કરાયો હતો.
આ સ્નેહ મિલન કાર્યક્રમમાં ડૉ. ગુણવંતભાઈ રાઠોડ (સુપ્રીટેન્ડેન્ટ સિવિલ હૉસ્પિટલ, અમદાવાદ), ડૉ. આર.એમ.જીતિયા (સુપ્રીટેન્ડેન્ટ સોલા સિવિલ હૉસ્પિટલ), દેવેન વર્મા (‘આપણું ગુજરાત’ દૈનિકનાં તંત્રી), મુકેશ મકવાણા (પ્રમુખશ્રી ચુડા વણકર સમાજની વાડી), ખીમજીભાઈ સીંધવ (માજી પ્રમુખશ્રી જોરાવરનગર વણકર સમાજની વાડી), કે.કે.ટુંડીયા (સભ્યશ્રી, જોરાવરનગર વણકર સમાજની વાડી), ઉમેશભાઈ વાજા (સભ્યશ્રી, જોરાવરનગર વણકર સમાજની વાડી), બેચરભાઈ મકવાણા (સભ્યશ્રી, જોરાવરનગર વણકર સમાજની વાડી), અમૃતભાઈ સોલંકી (સભ્યશ્રી, જોરાવરનગર વણકર સમાજની વાડી) સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
અશોકભાઈ વેગડા દ્વારા અલ્પાહારની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. તેજસ્વી તારલાઓને સન્માનરૂપે આપવામાં આવેલા શિલ્ડ સુરેશભાઈ મોઢેરા દ્વારા આપવામાં આવ્યાં હતાં. બલ્કેશભાઈ વાઢેલે (ભગત) ચાંદીના સિક્કા આપ્યા હતાં તો બીજીતરફ રમેશભાઈ ચૌહાણે શાલ આપી હતી.

Related posts

અમદાવાદમાં ઝાડા ઉલ્ટીના કેસોમાં વધારો

aapnugujarat

કૃષ્ણનગરમાં તડીપાર આરોપી અને તેના સાગરિતોનો આંતક

aapnugujarat

વર્ષ ૨૦૧૭-૧૮ હેઠળ બાગાયતી વિવિધ યોજનાઓની સહાય માટે I-KHEDUT પોર્ટલ પર ઓનલાઇન અરજી કરેલ ખેડૂતોને તા.૧૯ મી ઓગષ્ટ સુધીમાં દસ્તાવેજી પુરાવા જમા કરાવવા સૂચના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1