Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

ભારતને ૧૮૦ રને હરાવી પાકિસ્તાન ચેમ્પિયન

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં પાકિસ્તાને મોટો અપસેટ સર્જીને ભારત ઉપર જંગી જીત મેળવી હતી. આની સાથે જ પ્રથમ વખત આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી હતી.
સમગ્ર મેચમાં પાકિસ્તાને બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગમાં ભારતીય ટીમને પછડાટ આપી હતી. ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો ભારતે નિર્ણય કર્યા બાદથી જ તમામને આશ્ચર્ય થયું હતું. મજબૂત બેટિંગ લાઈન હોવા છતાં ભારતીય ટીમે પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ પાકિસ્તાને ધરખમ દેખાવ કર્યો હતો. પાકિસ્તાન તરફથી અઝહર અલીએ ૪૯ અને ફખર જમાને ૧૧૪ રન ફટકાર્યા હતા. ફખરે ૧૦૬ બોલમાં ૧૨ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી ૧૧૪ રન બનાવ્યા હતા. હાફીઝ ૫૭ રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. પાકિસ્તાને ૫૦ ઓવરમાં ચાર વિકેટે ૩૩૮ રનનો જંગી જુમલો ખડક્યો હતો. ભારત તરફથી આજે બોલરો દિશાહીન દેખાયા હતા. ખાસ કરીને અશ્વિન, બુમરાહ અને જાડેજા નિષ્ક્રિય દેખાયા હતા. જીતવા માટેના ૩૩૯ રનના જંગી લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમ ક્યારે પણ મેચમાં વાપસી કરશે તેમ દેખાયું ન હતું. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ ૪૩ બોલમાં ૭૬ રન ફટકારીને ક્રિકેટ ચાહકોને રોમાંચિત કર્યા હતા. હાર્દિકે ચાર ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા પરંતુ તે કમનસીબરીતે ૭૬ રને રન આઉટ થયો હતો. જ્યારે પાકિસ્તાન તરફથી આમિર તરખાટ મચાવીને શરૂઆતમાં જ રોહિત શર્મા, શિખર ધવન અને વિરાટ કોહલીની વિકેટ ઝડપીને ભારતીય બેટિંગની કમર તોડી નાંખી હતી. અન્ય બોલરોએ પણ લાઇનલેથ સાથે બોલિંગ કરી હતી. ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ લીગ મેચમાં પાકિસ્તાન ઉપર જંગી અંતરથી જીત મેળવી હતી પરંતુ આજે ફાઇનલ મેચમાં ભારતીય ખેલાડીઓનો ફ્લોપ શો રહ્યો હતો અને ટીમ ઇન્ડિયા ૧૫૮ રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.

Related posts

एक बार फिर उठा तीन तलाक का मुद्दा, JDU नहीं देगी केंद्र सरकार का साथ

aapnugujarat

સર્જિકલ સ્ટ્રાઇકની વરસી રાજનીતિ નહીં દેશભક્તિ

aapnugujarat

भारतीय टीम जीतेगी 2019 विश्व कप का खिताब : अफरीदी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1