Aapnu Gujarat
મનોરંજન

શું સ્ટાર બન્યા પછી રાનુ મંડલના તેવર બદલાઇ ગયા છે?

આપના બધાને રાનૂ મંડલનું નામ તો યાદ જ છે. કેટલાક સમય પહેલા રેલવે સ્ટેશન પર પોતાના અવાજથી રાનૂ મંડલના એક વીડિયોએ ઇન્ટરનેટ ધૂમ મચાવી દીધી હતી. લોકોને રાનૂનો વીડિયો એટલો બધો પસંદ કાર્યો હતો કે તેને હિમેશ રેશમિયા દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરાવવાનો અવસર પણ મળ્યો હતો. ત્યારપછી રાનૂના બધા જ વીડિયો અને ગીતને લોકોનો જબરદસ્ત ટેકો અને પ્રેમ આપ્યો હતો. રાનૂ પણ જ્યારે લોકોની સામે આવી ત્યારે ખૂબ નમ્રતાથી બોલતી હોય તેવી દેખાતી હતી. પણ હમણાં રાનૂનો એક બીજો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે જોઈને લાગે છે કે સ્ટાર બન્યા બાદ રાનૂમાં બહું બધા ફેરફારો થયા છે.

સાચે જ, રાનૂનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર વધુ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો કોઈ સીંગની બાબત પર નથી ઓન રાનૂને મળવા આવેલી એક યુવતીનો છે. આ વીડિયોમાં રાનૂ  સુપર માર્કેટમાં સામાનની ખરીદતી દેખાઈ રહી છે. આ દરમિયાન જ એક મહિલા પાછળથી આવી અને તેણે રાનૂના હાથ પર હાથ મૂક્યો અને સેલ્ફી લેવાનું જણાવે છે. આ વાત પર રાનૂને બહુ બધું ગુસ્સો

આવે છે અને પહેલા તે સ્ત્રીને દૂર રહેવાનું કહે છે અને પછી તેને સ્પર્શે છે અને પૂછે છે કે આમ કરવાનો અર્થ શું થાય છે. મહિલા જ્યારે રાનૂને સ્પર્શ કરે છે ત્યારે રાનૂ ભડકી ઉઠે છે.

રાનૂ મંડલનો આ વીડિયો જોઈને ચાહકો ખૂબ નારાજ થઈ ગયા છે. બધા જ લોકો આ વર્તનને ખરાબ કહી રહ્યા છે. કહે છે કે સ્ટાર બન્યા પછી રાનૂનું વર્તન અને વલણ બંને બદલાઈ ગયા છે. રાનૂને સલાહ આપતી વખતે કેટલાક લોકોએ એમ પણ જણાવે છે છે કે વ્યક્તિએ ક્યારેય સફળતાની બડાઈ ન કરવી જોઈએ, નહીં તો તે નીચે આવવામાં સમય આવતો નથી. બહુ બધા લોકોએ લોકોએ તે મહિલાની ભૂલ પણ ગણાવી, પરંતુ જોવા જઈએ તો કોઈને પણ રાનૂનું આ ખરાબ વર્તન પસંદ આવ્યું નથી.

તમને જણાવી દઈએ કે સ્ટાર બન્યા પહેલા રાનૂ મંડલ પશ્ચિમ બંગાળના રાણાઘાટની શેરીઓ અને રેલવે સ્ટેશનો પર ગીતો ગાઇ રહી હતી અને તેના વળતળ રૂપે જે કંઇ મળતું હતું તેનાથી તેનું પેટ ભરાતું હતું. આ દરમિયાન અતિન્દ્ર ચક્રવર્તી નામના વ્યક્તિએ રાનૂનો એક વીડિયો બનાવ્યો અને તેને ફેસબૂક પર શેર કર્યો, જેમાં તે લતા મંગેશકરનું ગીત ‘એક પ્યાર કા નગ્મા હૈ’ ગાઇ રહી હતી. ફક્ત આ વીડિયોએ તેને રાતોરાત તેને એક સ્ટાર બનાવી દીધી. તે હવે હિમેશ રેશમિયાની ફિલ્મ હેપ્પી હાર્ડી ઔર હીરમાં ત્રણ ગીત ગાઇ ચુકી છે.

Related posts

એક્ટ્રેસ સુરેખા સિકરીનુ નિધન

editor

ट्रोल्स की परवाह नहीं करतीं : मलाइका

aapnugujarat

एक्ट्रेस खुशबू सुंदर का हुआ भयानक एक्सिडेंट

editor

Leave a Comment

UA-96247877-1