Aapnu Gujarat
રાષ્ટ્રીય

જીએસટી : દરરોજની ચીજ વસ્તુઓ વધુ સસ્તી થઇ જશે

નોટબુક્સ, સ્થાનિક એલપીજી, એલ્યુમિનિયમ ફાઇલ, ઇન્સ્યુલીન, અગરબત્તી સહિત દરરોજ ઉપયોગમાં આવતી ઘણી ચીજો પહેલી જુલાઈથી જીએસટી અમલી બન્યા બાદ સસ્તી થઇ જશે. નાણામંત્રાલય દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મોટાભાગની ચીજવસ્તુઓના પુરવઠા ઉપર જીએસટી કાઉન્સિલે કેન્દ્ર અને રાજ્ય સરકારોના વર્તમાન કરથી ઓછા ટેક્સ નક્કી કર્યા છે. વર્તમાન વ્યવસ્થામાં કેન્દ્ર અને રાજ્યોના અનેક પ્રકારના ટેક્સ લાગૂ પડે છે પરંતુ પહેલી જુલાઈથી દેશભરમાં લાગૂ થનાર નવી ટેક્સ વ્યવસ્થામાં કેન્દ્ર અને રાજ્ય સરકારોની સમહતિથી જીએસટી કાઉન્સિલ એક રેટ નક્કી કરે છે જે હેઠળ કાઉન્સિલ તરફથી જે વસ્તુઓ ઉપર વર્તમાન ટેક્સ રેટને ઘટાડવાનો નિર્ણય કરાયો છે તેમાં દૂધ પાવડર, દહીં, માખણ, દૂધ, અનબ્રાન્ડેડ ચીજવસ્તુઓ, પનીર, મસાલા, ચા, ઘઉં, ચોખા અને લોટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મગફળી તેલ, પામ ઓઇલ, સૂર્યમુખી તેલ, નારિયેલ તેલ, સરસિયા તેલ, શાકભાજીની વસ્તુઓ, કેટલીક ખાદ્યાન્ન ચીજવસ્તુઓ, પાસ્તા, મેક્રોની, નૂડલ્સ, ફળફળાદી, ખાંડ, ખાંડથી બનેલી મિઠાઈઓ, કેચપ, સોસ જેવી ચીજવસ્તુઓ ઉપર ટેક્સ ઓછા રાખવામાં આવ્યા છે. આ તમામ ચીજવસ્તુઓ જીએસટી અમલી બની ગયા બાદ સસ્તી થશે. મિઠાઈઓના શોખીન લોકો માટે પણ સારા સમાચાર છે. દરરોજ ઉપયોગમાં આવતી ચીજવસ્તુઓ અને એલપીજીની કિંમતોમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે. નોટબુક, ઇન્સ્યુલીન અને અગરબત્તીની કિંમતો પણ ઘટી જશે. પહેલી જુલાઈથી જીએસટીને અમલી બનાવવાનો તખ્તો તૈયાર કરી લેવામાં આવ્યો છે. નાણામંત્રાલય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જીએસટીને અમલી કરવામાં હવે કોઇ વિલંબ થશે નહીં. સમયસર જીએસટી અમલી બનશે. કોઇપણ પ્રકારની દુવિધા નથી. મિડિયામાં આવી રહેલા અહેવાલોને સરકાર રદિયો આપી ચુકી છે. જો કે, સરકાર પોતે કહી રહી છે કે કેટલાક મોરચે જીએસટીને લઇને તૈયારી પુરતી નથી.

Related posts

उज्‍ज्‍वला के 32 लाख परिवारों को मुफ्त मिलेगा दूसरा सिलिंडर : झारखंड सीएम दास

aapnugujarat

कर्नाटक संकट : स्पीकर ने शक्ति परीक्षण के लिए तय की नई डेडलाइन

aapnugujarat

पीएम मोदी ने शुरू किया ‘जन आंदोलन’

editor

Leave a Comment

UA-96247877-1