Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

‘ટોક ટુ એકે’ મામલાની તપાસ માટે સિસોદિયાનું નિવેદન લેવા માટે સીબીઆઈ ટુકડી પહોંચી

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાને ટોક ટુ એકે મામલાની તપાસ માટે પુછપરછ કરવાના હેતુસર સીબીઆઈની ટીમ આજે તેમના આવાસ ઉપર પહોંચી હતી. તપાસના હેતુસર સીબીઆઈની ટીમ પહોંચી હતી. સીબીઆઈ આ મામલામાં સિસોદિયાનું નિવેદન નોંધી ચુકી છે. સિસોદિયા ઉપર ટોક ટુ એકે કાર્યક્રમમાં નાણાંકીય અનિયમિતતાનો સીધો આક્ષેપ કરવામાં આવી ચુક્યો છે. સીબીઆઈએ ખુલાસો કરતા કહ્યું છે કે, આ દરોડા નહીં બલ્કે માત્ર આ મામલામાં સિસોદિયાનું નિવેદન લેવાની ઇચ્છાના હેતુસર ટીમ પહોંચી હતી. સીબીઆઈના છ સભ્યોની ટીમ સિસોદિયાના આવાસ ઉપર પહોંચી હતી. સીબીઆઈ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ટોક ટુ એકે કેમ્પેઇનમાં થયેલી નાણાંકીય અનિયમિતતાઓની તપાસ કરી રહી છે. એવા આક્ષેપ છે કે, આ કેમ્પેઇનમાં નિયમોનો ભંગ કરીને એક કંપનીને ટેન્ડર આપવામાં આવ્યું હતું. સીબીઆઈ આ મામલામાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા અને અન્યોની સામે પ્રાથમિક તપાસની નોંધણી કરી ચુકી છે. મનિષ સિસોદિયા સામે પણ હાલમાં તપાસ ચાલી રહી છે. આમ આદમી પાર્ટીના લોકોનું કહેવું છે કે, મનિષ સિસોદિયાને જાણી જોઇને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. કારણ કે, મનિષ સિસોદિયા દિવસ રાત એક કરીને સરકારી સ્કૂલોને ખાનગી સ્કૂલો કરતા વધુ સારી બનાવી દેવાના પ્રયાસ કરી રહ્યા છે. તેઓ દિવસ રાત કામ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ પોતાના ટિ્‌વટર હેન્ડલ પર આને સીબીઆઈના દરોડા તરીકે ગણાવીને ટિકા કરી છે. મનિષ સિસોદિયા ઉપર સીબીઆઈના દરોડા પાડવામાં આવી રહ્યા છે. કારણ કે, ખાનગી સ્કૂલો કરતા સરકારી સ્કૂલોની સ્થિતિ સુધારવા માટે તેઓ સક્રિય બનેલા છે. બીજી બાજુ તપાસ સંસ્થા સીબીઆઈએ સ્પષ્ટતા કરી છે કે, કોઇ દરોડા પાડવામાં આવ્યા નથી. માત્ર સિસોદિયાનું નિવેદન લેવાયું છે.

Related posts

અંકુશરેખા પર પાકિસ્તાનનો ગોળીબાર જારી

aapnugujarat

પીએમ મોદીએ ચૂંટણી તારીખોની જાહેરાત આગળ કરાવી, પરંતુ જનતા તૈયાર બેઠી છેઃ કોંગ્રેસ

aapnugujarat

બંગાળમાં સુરતના ગ્રીષ્મા કેસ જેવો હત્યાકાંડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1