Aapnu Gujarat
ગુજરાત

બોડેલીના કઠમાંડવા ગામની શાળામાં શિક્ષક નશામાં ધૂત ફરજ પર આવતાં સનસનાટી

છોટાઉદેપુર જિલ્લાનાં બોડેલી તાલુકામાં આવેલી કઠમાંડવા ગામની પ્રાથમિક શાળાનો એક શિક્ષક દારૂના નશામાં ધુત થઈને વર્ગખંડમાં આરામ ફરમાવતો વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયોમાં એક તરફ શાળાના વિદ્યાર્થીઓ હાલમાં પરીક્ષા ચાલતી હોઈ પરીક્ષા આપી રહ્યા છે તો બીજી તરફ નશામાં ધુત શિક્ષક વર્ગખંડમાં આરામ ફરમાવી રહ્યો છે. શાળાના અન્ય શિક્ષક અને ગ્રામજનો દ્વારા શિક્ષકને જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે પણ શિક્ષક નશામાં એટલો ચુર છે કે તે ઉઠી શકતો નથી, શિક્ષકે ખુદ દારૂની બંધાણી હોવાની કબૂલાત કરી છે, શાળાનો શિક્ષક આમ તો ઘરેથી દારુ પીને શાળામાં આવતો હોવાનું જણાવ્યું હતું પરંતુ શાળાના વર્ગખંડની બહાર પડેલ દારૂની પોટલીઓ શિક્ષક શાળામાં પણ દારૂનું સેવન કરતો હોવાનું પ્રસ્થાપિત કરે છે તો બીજી તરફ આ શિક્ષક જ્યારે દારૂમાં હોય છે ત્યારે જુદા જુદા બહાના હેઠળ શાળાની વિદ્યાર્થીનીઓની સાથે પણ અણછાજતું વર્તન કરતો હોવાનું પણ સામે આવ્યું છે.
ઘટનાની જાણ થતા શાળાની મુલાકાતે દોડી આવેલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તપાસ કરી હતી અને શાળાનો આ શિક્ષક દારૂના નશામાં હોવાનો ખુલાસો કર્યો છે. દારૂ પીને શાળામાં આવતા આ શિક્ષક સામે તપાસ કરી કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું.
(તસવીર / અહેવાલ :- ઈમરાન મનસુરી, બોડેલી, છોટાઉદેપુર)

Related posts

અમદાવાદમાં ૫૦૦૦ મકાનો પર એલર્ટ, પોલીસ ચકાસણી

aapnugujarat

જીવનજરૂરી ૮૪૯ દવાના ભાવ સરકારે નિયંત્રિત કર્યા : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા

aapnugujarat

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ૧૭ સ્થળોએ જાહેર યોગાભ્યાસનું આયોજન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1