Aapnu Gujarat
ગુજરાત

ધોળકામાં ભવ્ય ડાયરાનું આયોજન કરાયું

જોધલપીર વંશજ શ્રી લાલદાસ બાપુ તથા સમસ્ત સેવકગણ દ્વારા રમીલાબાની દ્વિતીય માસિક પુણ્યતિથિ નિમિત્તે સોમવારની રાત્રે જોધલ જ્યોત પ્રકાશધામ, કલીકુંડ ધોળકા ખાતે ભવ્ય ડાયરાનું આયોજન કરાયું હતું. આ સંતવાણી કાર્યક્રમ પહેલાં સાંજે ૪ વાગ્યે સંતોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ૪.૩૦ વાગ્યે ગરીબ બાળકોને નોટબુક, ચોપડા અને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું, બાદમાં સંતોએ સત્સંગ સભા યોજી હતી. સાંજે ૬ વાગ્યાથી સમસ્ત વિઠ્ઠલાપુર ગામ તરફથી મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદ લીધો હતો.
આ ભવ્ય ડાયરામાં સંતવાણીના આરાધક એવા હેમંતભાઈ ચૌહાણ, તરૂણભાઈ સોલંકી, ભાવનાબેન ઠાકોર, ભીખુભાઈ પુરબીયા, પ્રવિણબાઈ બાંટઈયા, સાહિત્યકાર ગોરધનભાઈ વડાદરા, તબલા ઉસ્તાદ રાજન ભરવાડા, મુન્નુ સોની, બેન્જો ઉસ્તાદ હેમંતભાઈ પરમાર, મંજીરાના માણીગર ચંદ્રકાંત પરમાર અને ગણેશ સાઉન્ડના સથવારે ડાયરામાં મોજ આવી ગઈ હતી.

Related posts

અમદાવાદની પેઢીનું ૧૮ કિલો સોનું લૂંટનારા શખ્સો પકડાયા

aapnugujarat

વિજાપુરડા ખાતે સમગ્ર પરગણા વણકર સમાજ મહેસાણા દ્વારા સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો

editor

આદિજાતિ પરંપરાને જીવંત રાખવા સરકાર કટિબદ્ધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1