Aapnu Gujarat
ગુજરાત

પાવીજેતપુરના ધારાસભ્ય સુખરામસિંહ રાઠવાએ ચાચક જુથ ગ્રામ પંચાયત વિસ્તારમાં રસ્તાનું ખાતમુહુર્ત કર્યું

છોટાઉદેેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં આવેલી ચાચક જુથ ગ્રામ પંચાયત વિસ્તારમાં પાવીજેતપુરના ધારાસભ્ય સુખરામ રાઠવાએ આરસીસી રોડ અને ડામરનાં રસ્તાનું ખાતમુહુર્ત કર્યું હતું.
ચાચક જૂથ પંચાયત દ્વારા ધારાસભ્ય રાઠવાને કરેલ રજુઆતના પગલે સરકાર દ્વારા ચાચક જુથ ગ્રામ પંચાયતને રોડ બનાવવા માટે રકમની ફાળવણી કરવામાં આવતા ચાચક ગામના લોકોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. રોડનું ખાતમુહુર્ત ધારાસભ્ય સુખરામસિંહ રાઠવા તથા જિલ્લા પંચાયતના સભ્ય શશી રાઠવા, ચાચક જુથ ગ્રામ પંચાયતના સરપંચ તથા ડેપ્યુટી સરપંચ અને પંચાયતના તમામ સભ્ય દ્વારા કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે ચાચક જુથ ગ્રામ પંચાયતનાં સરપંચે ધારાસભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો, પંચાયતના તમામ સભ્ય તેમજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. ઉલ્લેખનીય છે ક, આ રસ્તો કુલ ૧૫૦૦નો બનાવવામાં આવશે.
(તસવીર / અહેવાલ :- ઈમરાન મનસુરી, બોડેલી, છોટાઉદેપુર)

Related posts

નિર્દોષ શિક્ષક ઉપર લાઠીઓ વીંઝવાની તાનાશાહી ન ચાલે કોંગ્રેસ

aapnugujarat

શ્રાવણના અંતિમ દિવસે સોમનાથ મહાદેવને અમરનાથ દર્શન શ્રૃંગાર અને છપ્પનભોગ શ્રૃંગાર કરાયો

aapnugujarat

રાહુલ ગાંધી ૧૫મી એપ્રિલે ગુજરાત આવે તેવી શકયતા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1