Aapnu Gujarat
ગુજરાત

નિર્દોષ શિક્ષક ઉપર લાઠીઓ વીંઝવાની તાનાશાહી ન ચાલે કોંગ્રેસ

સળંગ નોકરી, સિનિયોરીટી અને ઉચ્ચત્તર પગારધોરણ સહિતના લાભોને લઇ આજે માસ સીએલ પર ઉતરેલા રાજયભરના પ્રાથમિક શિક્ષકો ગાંધીનગરમાં વિધાનસભાનો ઘેરાવ કરવા પહોંચ્યા ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો અને વિપક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી સહિતના મહાનુભાવો પણ તેમાં જોડાયા હતા અને શિક્ષકોની લડતને પોતાનું સમર્થન આપ્યુ હતું. એટલું જ નહી, પોલીસ દ્વારા નિર્દોષ શિક્ષકો પર બેરહમીથી કરાયેલા લાઠીચાર્જ અને પોલીસ અત્યાચારની ઘટનાને વખોડી કાઢતાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી, કોંગ્રેસના ધારાસભ્યો લલિત વસોયા, પ્રદેશ કોંગ્રેસ પ્રવકતા ડો.મનીષ દોશીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે, પોતાના હક્કની લડાઇ માટે અવાજ રજૂ કરવા આવેલા શિક્ષકોની વાત સાંભળવાની તસ્દી પણ ભાજપ સરકારે લીધી નથી અને ઉલ્ટાનું પોલીસ મારફતે તેમની પર અમાનવીય અત્યાચાર અને લાઠીચાર્જ કરાવી દમન કરવાનો હીન પ્રયાસ કર્યો છે પરંતુ ભાજપ સરકારની આ તાનાશાહી અને દમનની રાજનીતિ ચાલશે નહી, આગામી લોકસભા ચૂંટણીમાં ગુજરાતની પ્રજા ભાજપ સરકારને જોરદાર જવાબ આપશે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ શિક્ષકો પર પોલીસ અત્યાચારના મામલે ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, આ શિક્ષકો પોતાનાં અધિકારની માંગણી સરકાર સામે કરવા આવ્યાં છે, ત્યારે આ આંધળી, બોબડી અને બહેરી સરકાર વર્ષોથી કર્મચારીઓનું શોષણ કરી રહી છે., તે તેમની વાત સાંભળવા સુધ્ધાં તૈયાર નથી તે ભારે કમનસીબી અને આઘાતની વાત છે. સને ૧૯૯૭થી ૨૦૦૬ જેણે નોકરી કરી છે તેવાપ્રાથમિક શિક્ષકોની સળંગ નોકરીની માંગણી કરાઇ છે પરંતુ તેમાં પણ સરકારે પોતાનાં મલિન ઇરાદાઓથી વ્હાલા દવલાની નીતિ અપનાવી છે. આ સરકારે ફિક્સ પગાર આપીને લાખો કર્મચારીનું શોષણ કર્યું છે. આઉટ ર્સોસિંગમાં લટકતી તલવારથી સરકારી તંત્રમાં જવાબદારી સોંપીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે. સમાન કામ અને સમાન વેતનનો સ્વીકાર કરવામાં આવે તે સમયની માંગ છે. તમામ કર્મચારીને કાયમી ગણીને સરકારી નોકરીઓ આપવામાં આવે અને તેને લાભો આપવામાં આવે. કોંગ્રેસની સરકાર આવશે તો અમે સમાન નોકરી સમાન વેતનની નીતિ અપનાવવામાં આવશે. સરકાર શિક્ષકોને નહીં સાંભળે ત્યાં સુધી હું અહીંયા જ બેઠો છું.

Related posts

સોમનાથ મંદિર શરુ કરી નવી સેવા,ઘરે બેઠા મેળવી શકશે પ્રસાદ

editor

ગેરકાયદે દબાણ અને આડેધડ પાર્કિંગ સામે ફરી અભિયાન

aapnugujarat

બોડેલી એમ.ડી.આઈ. પ્રાથમિક શાળા અને ખત્રી વિદ્યાલયમાં ગાંધી જયંતીની ઉજવણી કરાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1