Aapnu Gujarat
ગુજરાત

શ્રી શિવનગર (વાતમ જૂના) અનુપમ પ્રાથમિક શાળા સીસીટીવીથી સજ્જ

દિયોદર તાલુકાના શિવનગર વાતમ જુના ગામની શ્રી શિવનગર(વા) અનુપમ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા મુખ્ય શિક્ષક સચિન જસવંતલાલ પટેલ તથા ઉપશિક્ષિકા શિલ્પા અમૃતભાઈ પટેલ તરફથી શાળાને ૧૩ સીસીટીવી કેમેરાનો સંપૂર્ણ સેટ ભેટ આપવામાં આવ્યો છે. આ સીસીટીવીથી શાળાની સુવિધામાં વધારો થતાં શાળાના બાળકો તથા વાલીઓ અત્યંત ખુશ થયા હતા. દિયોદર તાલુકાના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાના વરદહસ્તે સીસીટીવી કેમેરા ખુલ્લા મુકાયા હતા. આ પ્રસંગે ચૌધરી રમેશભાઈ (મંત્રી) તથા વિપુલ ત્રિવેદી તેમજ આમંત્રિત આચાર્યઓ,સીઆરસી ગામના યુવાનો મહિલાઓ આરોગ્ય કાર્યકર ગીતાબેન હાજર રહ્યા હતા અને આ કાર્યને બિરદાવ્યું હતું. સ્વઃ પ્રભુદાસ વેણીદાસ પટેલ તાજપુર પરિવાર વતી શાળા વધુ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર, બનાસકાંઠા)

Related posts

સાયન્સસિટી વિસ્તારમાં ચડ્ડી બનિયાનધારી ત્રાટક્યા

aapnugujarat

અમદાવાદ પોલીસને રથયાત્રા પછી બોડી વોર્ન કેમેરાથી સજ્જ કરાશે

aapnugujarat

ભાનુશાળીની હત્યા નલિયાકાંડના આરોપીને બચાવવા થઈઃ તુષાર ચૌધરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1