Aapnu Gujarat
ગુજરાત

વિરમગામ શહેરમાં બાળકોની વેશભુષાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો

આદ્યશક્તિ જગત જનની અંબા સહિતના માતાજીની આરાધનાનું મહાપર્વ નવરાત્રી ચાલી રહી છે અને નવ દિવસ સુધી માતાજીની આરતી સ્તુતિ કરીને આરાધના કરવામાં આવી રહી છે. વિરમગામ શહેરમાં ખેલૈયાઓનો થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે નાના બાળકોમાં રહેલી સર્જનાત્મક શક્તિઓ બહાર આવે અને બાળકો પણ પોતાનામાં રહેલુ કૌશલ્ય દર્શાવી શકે તેવા ઉદેશ્યથી વિરમગામ શહેરમાં આવેલા નીલકંઠ રો બંગ્લોઝ યુવક મંડળ દ્વારા વેશભુષાના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોના માતા પિતાઓ દ્વારા બાળકોને વિવિધ વેશભુષામાં તૈયાર કરવામાં આવ્યા હતા અને વેશભુષાને અનુરૂપ તૈયારીઓ કરાવવામાં આવી હતી. વિરમગામના નીલકંઠ રો બંગ્લોઝમાં શુક્રવારે રાત્રે બાળકો દ્વારા વેશભુષાનો કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો. બાળકો દ્વારા રાધા કૃષ્ણ, ક્રાંતિકારી ચન્દ્રશેખર આઝાદ, લક્ષ્મી માતા, દેવાધીદેવ મહાદેવ, સૈનિક, પરી, ગોવાળીયો, ડોક્ટર સહિતની વેશભુષાઓ રજુ કરવામાં આવી હતી અને વેશભુષાને અનુરૂપ ડાયલોગ્સ રજુ કરવામાં આવ્યા હતા. બાળકો દ્વારા રજુ કરવામાં આવેલ વિવિધ વેશભુષાઓએ લોકોમાં ખાસ્સુ આકર્ષણ જમાવ્યુ હતુ અને બાળકોને તાળીઓના ગડગડાટથી વધાવવામાં આવ્યા હતા. વેશભુષાના કાર્યક્રમમાં ભાગ લેનારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, નીલકંઠ રો બંગ્લોઝના બાળકો સમૂહ આરતીમા સહભાગી થયા હતા અને વેશભુષાનો કાર્યક્રમ રજુ કરતા પહેલા બાળકોએ માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.
(તસવીર / અહેવાલ :- વંદના નીલકંઠ વાસુકિયા, વિરમગામ)

Related posts

“Very, very good relationship” with Russian Prez Putin : Trump

aapnugujarat

મહેસાણા મર્ચન્ટ કોલેજ બાસણા ખાતે યોગ શિબિર યોજાઈ

aapnugujarat

તળાવમાં શોધખોળ:ગરબાડાના અભલોડના લીલવા તળાવમાં ડૂબેલા યુવકનો 24 કલાક બાદ પણ પત્તો નહીં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1