Aapnu Gujarat
ગુજરાત

કડી પાલિકાની ટીમે ૫૩ રખઢતા પશુઓને પકડ્યા

કડી શહેરમાં જાહેર રસ્તા તથા હાઇવે પર રખડતા પશુઓ રસ્તાઓ પર બેસતા હોવાથી રાહદારીઓ, વાહનચાલકો અને સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતાં. ઢોરોના અડીંગાથી વારંવાર અકસ્માતનો લોકો ભોગ બનવાની ફરિયોદો ઉઠી છે તેમજ ભોગ બનેલા કેટલાક લોકો આજીવન મુશ્કેલી વેઠી રહ્યા છે જેની પાલિકામાં રજૂઆત કરાતાં પાલિકા તંત્ર દ્વારા ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં રસ્તા પરથી ૫૩ જેટલી ગાયો પકડી પાડવામાં આવી હતી. આ ગાયોને હાલમાં નગરપાલિકાના સામેના મેદાનમાં રાખવામાં આવી છે. મળતી માહીતી અનુસાર આ પકડેલ ગાયોને ડીસા ખાતે આવેલ ગૌશાળામાં મોકલવામાં આવશે તેવું પાલિકા દ્વારા જાણવામાં આવેલ છે.
(તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા, કડી)

Related posts

શાસ્ત્રીનગરમાં મહિલાએ આત્મહત્યા કરી

aapnugujarat

કેનેડા બોર્ડર પર ગુજરાતી પરીવારની ઘટના બાદ, પોલીસ વડા આશિષ ભાટીયાએ યુએસ અને કેનેડાની સુરક્ષા એજન્સી સાથે ચર્ચા કરી હતી.

aapnugujarat

અમદાવાદમાં વરસાદ બાદ ગંદકીથી લોકો પરેશાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1