Aapnu Gujarat
ગુજરાત

સાબરકાંઠા જિલ્લા જેલ હિંમતનગર ખાતે સર્વ રોગ નિદાન મેડિકલ કેમ્પનું આયોજન કરાયું

સાબરકાંઠાના હિમતનગર ખાતે જિલ્લા જેલમાં આજરોજ સર્વ રોગ નિદાન મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ રોગોના નિષ્ણાંત તબીબી અધિકારી તેમજ તજજ્ઞ મહિલા ડોક્ટર અધિકારી તેમજ પેરા મેડિકલ સ્ટાફ સાથે હાજર રહી જેલના ૨૦૦ પુરુષ બંદીવાન ભાઈઓ તેમજ ૨૪ સ્ટાફ કર્મચારીઓને જોઈ તપાસી મેડિકલ સારવાર અને જરૂરી દવાઓ આપેલ હતી. સારવાર માટે વધુ જરૂરિયાતમંદ આરોપીઓને સિવિલ હોસ્પિટલ હિંમતનગર ખાતે સંપૂર્ણ સારવાર લેવા અભિપ્રાય આપ્યો હતો જ્યારે જેલ ખાતેના સર્વરોગ નિદાન મેડીકલ કેમ્પના જેલના બંદીવાન ભાઈઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લઇ બીમારીનું નિદાન કરાવ્યું હતું. સિવિલ હોસ્પિટલ હિંમતનગરના ઇન્ચાર્જ મયુર ગાંધી તથા આર.એમ.ઓ. એન. એમ. શાહ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. કેમ્પના કેમ્પના ઇન્ચાર્જ જેલ અધિક્ષક જે.જી ચાવડાની આગેવાની અને સુપરવિઝન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા જેલ અધિક્ષક જે.જી. ચાવડા ખૂબ જ જહેમત ઉઠાવી હતી અને ડોક્ટર કર્મચારી તથા અન્ય કર્મચારીઓનોઆભાર વ્યક્ત કર્યો હતો.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડીયા, હિંમતનગર)

Related posts

’શહેરી બાગાયતી ખેતી’’ વિષય પર સમગ્ર રાજ્યમાં તાલીમ સેમિનાર

editor

5.5 magnitude Earthquake hits Gujarat, No casualities

editor

પત્નીએ પતિને રંગેહાથ પકડ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1