Aapnu Gujarat
ગુજરાત

’શહેરી બાગાયતી ખેતી’’ વિષય પર સમગ્ર રાજ્યમાં તાલીમ સેમિનાર

મનીષા પ્રધાન, અમદાવાદ

ભારત કૃષિ પ્રધાન દેશ છે અને મોટાભાગના લોકો ખેતી અને બાગાયત સાથે સંકળાયેલા છે. દેશનો મજબૂત આધાર સ્તંભ ખેતી છે ત્યારે કોરોના કાળ આવ્યા બાદ લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે ખુબ જાગૃતિ આવી છે અને હવે લોકો રોગ પ્રતિકારક શક્તિ વધે તેવા ખાન-પાન પર વિશેષ ધ્યાન આપી રહ્યા છે. સુખી-સંપન્ન અને જમીન ધરાવતા લોકો પોતાના ખેતરમાં જ ગમતાં શાક, ફળ અને વેલા ઉગાડી રહ્યા છે પણ ખુબ ઓછી જગ્યા અને બહુમાળી ઇમારતોમાં રહેતા લોકો ઘરનાં ટેરેસ, બાલ્કનીના કુંડાઓમાં નાન-મોટા છોડ વાવીને કિચન ગાર્ડન વિકસાવી રહ્યા છે. શહેરીજનોમાં પોષણ અને તંદુરસ્તી માટે જાગૃતિ આવે તે હેતુથી બાગાયતી પેદાશોમાં ફળ અને શાક્ભાજીમાંથી પુરતા વિટામીન અને કાર્બોહાઇડ્રેટ અને પોષકતત્વો મળી રહે તે અંગે રાજ્યના બાગાયત ખાતા તરફથી આજરોજ તમામ જિલ્લાઓમાં ‘’શહેરી બાગાયતી ખેતી’’ વિષય પર સેમિનાર અને તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે અંતર્ગત નાયબ બાગાયત નિયામકશ્રી અમદાવાદની કચેરી અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સંયુકત ઉપક્રમે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના કોન્ફરન્સ હોલમાં તાલીમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં અગાઉથી રજીસ્ટ્રેશન કરીને આવેલા ૭૦ કરતા વધારે તાલીમાર્થીઓએ ઉપસ્થિત રહીને માર્ગદર્શન મેળવ્યું હતું.
આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેલા રાજયના બાગાયાત નિયામકશ્રી ડો.પી.એમ.વઘાસીયાએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે ‘’ દરેકના જીવનમાં સવારથી જાગે અને રાત્રે સુવે ત્યાં સુધી ફળ અને શાકભાજીનું અનેરૂ મહત્વ રહ્યું છે. પરંતુ આપણે જે ખાઇએ છીએ તે કઈ રીતે આપણા સુધી પહોચે છે? અને તેનું સંવર્ધન અને જતન કઈ રીતે થાય છે તે વિશે મોટાભાગના લોકો અજાણ છે. ગ્રામ્ય કક્ષાએ બાગાયતી ખેતી કરતા ખેડૂતો અને લોકો ઋતુ અને વાતાવરણ મુજ્બ ફળ, પાકોનું વાવેતર કરતા હોય છે, પરંતુ શહેરી કક્ષાએ જમીન ઓછી થતાં રહેણાંક માટે બહુમાળી ઇમારતો વધુ બનતી જાય છે ત્યારે ઓછી જગ્યામાં ઘરઆંગણે પોતાના ઘર પૂરતી શાકભાજી અને ફળ મળી રહે તે માટે શહેરીજનો હવે કિચન ગાર્ડનના કોન્સેપ્ટ તરફ વળ્યા છે. અને તેથી અર્બન હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ યોજના હેઠળ ‘’ શહેરી બાગાયતી ખેતી’’ અંતર્ગત બાગાયત ખાતા તરફથી સમગ્ર રાજ્યમાં ચાલુ વરસે અંદાજે ૩૫૦૦ કરતા વધારે શહેરીજનોને તાલીમ અને માર્ગદર્શન આપવાનું લક્ષ્યાંક છે.
‘’કુદરતી વાતાવરણ અને સંપદાની વચ્ચે રહેતા ગ્રામીણ લોકોનું સ્વાસ્થ્ય એકંદરે સારુ રહેતું હોય છે તેની સામે શહેરીજનોની જીંદગી ખુબ ભાગદોડવાળી હોવાથી તથા વધુ પડતા પ્રદૂષણ અને ઓછા વૃક્ષોની વચ્ચે રહેતા હોવાથી તેમના સ્વાસ્થ્ય પર માઠી અસરો જોવા મળે છે તેવા સમયે આહાર એ મુખ્ય આધાર છે એમ જણાવતા બાગાયત નિયામક્શ્રી એ વધુમાં જણાવ્યું કે શહેરી ખેતી અને ગ્રામીણ ખેતીમા ઘણો ફરક રહેલો છે અને તેથી જે લોકો પોતાના ઘરઆંગણે આ ખેતી કરવા ઇચ્છે છે તેઓને જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે રાજ્ય સરકાર હંમેશા તત્પર છે. અને તેથી જ કિચન ગાર્ડનનો મુખ્ય ધ્યેય જ એ છે કે ઘર આંગણે ઉગાડેલા શાક, ફળ થકી શુધ્ધ ખાદ્ય ઉત્પાદન મળે અને તેનાથી લોકોનું સ્વાસ્થ્ય જળવાઇ રહે અને તેઓ હંમેશા નિરોગી રહે.’’
અમદાવાદ નાયબ બાગાયત નિયામકશ્રી જે.આર.પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં બાગાયત ખાતાના કેનીંગ અને કિચન ગાર્ડન દ્વ્રારા કેન્દ્રો ગૃહિણીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષિત બેરોજગાર યુવાનોને તાલીમ આપવામાં આવે છે તે વિશે સૌને માહિતગાર કર્યા હતા.
આજ રોજ યોજાયેલા તાલીમ પરિસંવાદમાં કિચન ગાર્ડનીંગ, ન્યુટ્રીશન ગાર્ડન, હર્બલ ગાર્ડન, રૂફટોપ ગાર્ડન,બાલક્ની ગાર્ડન, એડીબલ ગાર્ડન, હાઈડ્રોપોનિકસ, માઇક્રોગ્રીન્સ, સ્મોલ્સ્કેલ પ્રોસેસિંગ, પેરી અર્બન હોર્ટિકલ્ચર, અને ટેરેસ ગાર્ડન જેવા વિવિધ વિષયો પર તજજ્ઞ નિષ્ણાંતો દ્વારા માહિતી પુરી પાડવામાં આવી હતી.
તાલીમ મેળવનાર તમામ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર, છોડ,ખાતર અને બિયારણ તથા ડીવાઇન ટ્રી,પ્રાઇવેટ લિ.તરફ્થી કિચન ગાર્ડન માટેની સામગ્રી ખરીદવા માટે રૂ.૨૫૦/- નું કેશ બેક વાઉચર આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે વડોદરા સંયુકત બાગાયત નિયામકશ્રી ડો.જે.એમ.તુવાર, ગાંધીનગર નાયબ બાગાયત નિયામકશ્રી ડો.એફ.જી.પંજ, જુનાગઢ કૃષિ યુનિ.ના નિવૃત કુલપતિશ્રી ડો. એચ.સી.પાઠક, વિશેષ ઉપસ્થિત રહીને બાગાયત ખાતાની સહાયકીય યોજનાઓ અને લોકો તેનો કઈ રીતે લાભ મેળવે શકે તે અંગે ઉંડાણપૂર્વક છણાવટભરી માહીતી પુરી પાડી હતી.
જ્યારે કૃષિ વિષય નિષ્ણાત તરીકે ડો.કે.જી.મહેતાએ શહેરી અને ગ્રામીણ ખેતીના તફાવત અને વનસ્પતિના પ્રકારો, જમીન અને માટીની ફળદ્રૂપતા અંગે વિગતવાર માહીતી આપી હતી. ડિવાઇન ટ્રી.પ્રા.લિના શ્રી અરવિંદભાઇ પટેલે ઘરઆંગણે વાતાવરણ મુજબ કિચન ગાર્ડન કેવી રીતે તૈયાર કરવું? કયા છોડ માટે કેટલુ ખાતર, પાણીની જરૂરિયાત છે? ત્યારબાદ સફળતાપૂર્વક શાક, ફળ, ફૂલનો ઉતારો કઈ રીતે મળે તે માટે તેની શું શું કાળજી કઇ રીતે લેવી તે વિશે રસપ્રદ માહીતી આપી હતી. બ્રાયો એગ્રો પ્રા. લી. ના ચેરમેન શ્રી પ્રવીણભાઇ પટેલે હાઈડ્રોપોનિકસ ની ખેતી કઈ રીતે કરવી? તેના કેટલા પ્રકારો છે તે અંગેની માહિતી આપી હતી.
આ પ્રસંગે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રેસીડેન્ટશ્રી આશિષભાઇ ગુરૂએ ચેમ્બર્સની કામગીરી વિશે માહીતી આપી હતી.
એક દિવસીય તાલીમ સેમિનારની આભારવિધી મદદનીશ બાગયાત નિયામકશ્રી જયદેવસિંહ પરમારે કરી હતી. આ પ્રસંગે બાગાયત કચેરી અમદાવાદના તમામ અધિકારીગણ, સ્ટાફ, અને સમગ્ર રાજય્માથી ઓનલાઇન ૨૦૦૦ કરતા વધુ તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

રાજ્યમાં કોરોના વાયરસના નવા ૨૨૬ કેસ નોંધાયા

aapnugujarat

દાતાશ્રી ના સૌજન્ય થી શ્રી પ્રમુખ સ્વામી મા અને ઉ.મા આશ્રમશાળામાં ઠંડા પાણી માટે કુલર આપવામાં આવ્યું…

aapnugujarat

देश की सुरक्षा के मुद्दे पर कोई खिलवाड़ नहीं : सूरजेवाला

aapnugujarat

Leave a Comment

UA-96247877-1