Aapnu Gujarat
ગુજરાત

સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા રાજ્યકક્ષા સેમિનાર શિહોરી ખાતે યોજાયો

રાજ્ય સરકાર દ્વારા બિન અનામત વર્ગ માટે સવર્ણ આયોગની રચના કરાઈ છે જેના થકી વિવિધ યોજનાઓ રજુ કરવામાં આવેલ છે જે બ્રહ્મ સમાજમાં સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન મળે તેવા હેતુ અને જી.પી.એસ.સી., યુ.પી.એસ.સી.નું સંપૂર્ણ માર્ગદર્શન મળી રહે તેવા ટોપ લેવલના વક્તાઓ દ્વારા આ સેમિનારનું આયોજન શશીકાંત પંઙ્યા ધારાસભ્ય ડીસાના અધ્યક્ષ સ્થાને રાખવામા આવ્યું હતું. આયોગ દ્વારા સરકારની યોજનાઓ સમાજને, વિદ્યાર્થીઓ અને વાલીઓને કઇ રીતે ઉપયોગી બને તેના માટે શું કરવું તેની માહિતી વક્તા અશ્વિન દવે ગૌણ સેવા પસંદગી મંઙળ, દેવાંગભાઇ દવે સ્પર્ધાત્મક પરીક્ષા, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, હિરેન દવે જોબ પ્લેસમેન્ટ, લક્ષ કરીયર એકેડમી દ્વારા માહિતી આપવામાં આવી હતી. આ સેમીનાર દરમ્યાન મોટી સંખ્યામાં રાજ્યભરમાંથી સમાજનાં આગેવાનો તેમજ મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજમાંથી મોટી સંખ્યામા લોકો ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
(તસવીર / અહેવાલ :- મહોમ્મદ ઉકાણી, કાંકરેજ)

Related posts

ભરતસિંહ સોલંકીએ ૧૮૨ ઉમેદવારોને પત્ર લખ્યો, પક્ષ વિરુદ્ધ કામ કરનારા કાર્યકર્તાઓની માંગી માહિતી

aapnugujarat

૬૬૩૬૯ ખેડૂતો પાસેથી મગફળીની થયેલી ખરીદી

aapnugujarat

ભેળસેળના કેસમાં આરોપી વ્યાપારી કોર્ટ રૂમથી પલાયન : પોલીસ તંત્રમાં હડકંપ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1