Aapnu Gujarat
ગુજરાત

બનાસકાંઠાના લાખણી – ગેળા રોડ પર ગમખ્વાર અકસ્માત : ત્રણનાં મોત

આજે સવારે બનાસકાંઠા જિલ્લાનાં લાખણી ગેળા રોડ પર બાઈક અને લકઝરી વચ્ચે ગમખઅવાર અકસ્માત સર્જાતા ત્રણ યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતાં. મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના લાખણી નજીક ગત રોજ સવારે એક બાઈક અને લકઝરી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ભોગ બનનાર યુવકો લાલપુર ગામના વતની હતા. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. લાખણી તાલુકાના લાલપુર ગામના ત્રણ સગા ભાઈઓ તાલુકા મથક કોઈ કામ અર્થે વહેલી સવારે જઈ રહ્યા હતા ત્યારે ગેળા તરફથી આવતી લકઝરી બસ GJ8Z5469 અને બાઈક GJ6DF3317 સામસામી અથડાઈ હતી જેમાં ત્રણેય ભાઈઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

વીએસમાં મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનાં મામલે ૭૮ કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનો વિપક્ષે કરેલો આક્ષેપ

aapnugujarat

કોરોનાની ચેઇનને તોડવા એક સપ્તાહનું લોકડાઉન જરૂરી

editor

સરકારી સ્વાયત સંસ્થામાં અધિકારી વચ્ચે ગજગ્રાહ ન હોવો જોઇએ : અમિત ચાવડા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1