Aapnu Gujarat
Uncategorized

કોડીનારના ડોળાસા ગામમાં પશુઓમાં હડકવાથી ભયનો માહોલ

કોડીનાર તાલુકાના ડોળાસા ગામમાં છેલ્લા પાંચ – સાત દિવસથી ગામમાં રખડતા પશુઓને હડકવા થવાના કારણે ૧૫થી વધુ ગાયોના મોત થયા છે જેના પગલે તંત્ર દોડતુ થયું છે. પશુપાલકો અને ગામ લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
ગામના સરપંચના જણાવ્યા મુજબ ગામમાં રોજ બે ત્રણ ગાયોને હડકવા થાય છે જેમાં ગાયોના મોંમાથી લાળ ટપકવા લાગે છે અને મહિલાઓ બાળકો સહિત વાહન ચાલકોની પાછળ દોડી મારવા લાગે છે માટે હવે ગામના યુવાનો દ્વારા આ પ્રકારે જો કોઈ પશુ નજરે પડે તો તેમને બાંધી દેવામાં આવે છે. આ અંગે કોડીનાર પશુપાલક ચિકિત્સકને પણ જાણ કરવા આવી છે.
ડોળાસા ગામમાં રખડતા પશુઓમાં હડકવા થવાના કારણે આજે આખું ગામ અસમંજમાં મુકાયું છે. ગામમાં મોટાભાગમાં લોકો પશુપાલન સાથે સંકળાયેલા હોઈ પશુપાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે. જો પાળતુ પ્રાણીઓમાં પણ આ બીમારી લાગુ પડે તો પશુપાલકોને રોવાનો વારો આવે જેથી પશુપાલકો આ રોગની વહેલી તકે રસીકરણ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
ગામના મહિલા સરપંચના પતિ પ્રતાપ મોરીએ કોડીનાર સરકારી પશુ ચિકિત્સકને જાણ કરતા તત્કાલિકના ધોરણે પશુ ચિકિત્સક ટીમે ડોળાસા ગામે રખડતા પશુઓને રસી મુકવાનું કામ ચાલુ કરી દીધું છે. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે પશુઓને હડકવા થવા પાછળ કુતરાઓ અને શિયાળ જવાબદાર હોઈ છે જયારે આ પ્રાણીઓને હડકવા થાય અને એ જયારે કોઈ પશુઓને કરડે પછી હડકવા થાય છે. બાદમાં જયારે પશુઓના મોંમાથી ટપકતી લાળ એક બીજા પશુઓના સંપર્કમાં આવે ત્યારે થાય છે. જોકે હાલ આ પશુઓને નિયત મુજબ હડકવાની રસી મુકવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે.

(તસવીર / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)

Related posts

કાંકરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે નવા તાલુકા વિકાસ અધિકારી એ ચાર્જ સંભાળ્યો

editor

भवनाथ में साधु का शव मिला

aapnugujarat

ધોરાજીના ખેડૂતો એ ગુજરાતના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને લખ્યો પત્ર

editor

Leave a Comment

UA-96247877-1