Aapnu Gujarat
શિક્ષણ

દિયોદર ખાતે આવેલ મોડન સ્કૂલમાં તાલુકા કક્ષાનું ગણિત – વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

દિયોદર તાલુકા કક્ષાનો ગણિત – વિજ્ઞાન પ્રદર્શન દિયોદર મોર્ડન સ્કુલ ખાતે યોજવામાં આવ્યો હતો. જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત જીલ્લા શિક્ષણ ભવન પાલનપુર આયોજિત ગણિત વિજ્ઞાન પ્રદર્શન ૨૦૧૯/૨૦ અંતર્ગત દિયોદર તાલુકાકક્ષાનો ડૉ. વિક્રમ સારાભાઇ ગણિત વિજ્ઞાન મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૭૦ જેટલી કુર્તિઓ રજૂ કરવામાં આવી હતી. દિયોદર તાલુકાની અનેક શાળાઓએ ભાગ લઇ અનેક વિવિધ કૃતિઓ રજુ કરી હતી જેમાં વર્તમાનના ભાગરૂપે બાળ વૈજ્ઞાનિકોએ સર્જન કરેલ કૃતિઓ વિષે બાળકો તથા શિક્ષકોને માહિતગાર કરવામાં આવ્યાં હતાં જેમાં જીલ્લા પ્રાથમિક શિક્ષક શરાફી મંડળી પાલનપુર તરફથી તમામ બાળકોને ઈનામ અને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે દિયોદરના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, જીલ્લા શિક્ષક મંડળીના વાઈસ ચેરમેન સોમાભાઈ ઉપાધ્યાય, જીલ્લા પંચાયત સદસ્ય નરસિંહભાઈ દેસાઈ, માસિભાઈ દેસાઈ, દિયોદર તાલુકા પંચાયતના (ઈ )પ્રમુખ બળવંત જી .ઠાકોરસ દિયોદર તાલુકાના બી. આર.સી.,સી.આર.સી.તેમજ દિયોદર તાલુકાની શાળાના શિક્ષકો અને બાળ વૈજ્ઞાનિકો મોટી સંખ્યામાં હાજર રહી અલગ અલગ કૃતિઓ નિહાળી હતી.


(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઇ દિયોદર, બનાસકાંઠા)

Related posts

નવચેતન સ્કૂલના ધો-૧૦ના વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે

aapnugujarat

Parents’ Day Programme of DPS Bopal, Preschool“A Voyage –in quest of harmony”

aapnugujarat

फीस नियमन कानून को चुनौती देती पीआईएल हाईकोर्ट में

aapnugujarat

Leave a Comment

UA-96247877-1