Aapnu Gujarat
શિક્ષણ

દિયોદર ખાતે આવેલ આદર્શ હાઈસ્કૂલમાં ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા યોજાઈ

દિયોદર આદર્શ હાઇસ્કુલ ખાતે તારીખ ૭/૯/૨૦૧૯ ના રોજ સાંજે ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો જેમાં સ્વામી ઓરકેસ્ટ્રા પાટણ દ્વારા દેશ ભક્તિના ગીતો ગાઈ લોકોને દેશ ભક્તિા્‌ના રંગમાં રંગ્યા હતા. આ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં દિયોદરની માધ્યમિકની છ શાળા અને પ્રાથમિક સ્કુલની દસ શાળાના બાળકોએ ભાગ લઇ અનેક ગીતો રજુ કર્યા હતા અને નિર્ણાયકો દ્વારા નંબર આપવામાં આવ્યા હતા જેમાં ભારત વિકાસ પરિષદ દ્વારા બાળકોને ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં પધારેલ સૌ મહેમાનોનું કુમકુમ તિલક કરી, શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દિયોદરના ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયા, જિલ્લા પંચાયત ડેલીકેટ નરસિંહભાઈ દેસાઈ, વરિષ્ઠ વકીલ બી.કે.જોશી, પરાગ જોશી, ભરત અખાણી,શૈલેશ ઠક્કર, મુખ્ય સ્પોન્સર નવીન પટેલ કર્ણાવતી ડેરી, પ્રદેશ મંત્રી મુકેશજી ઠાકોર, ભાટી અમરતભાઈ, ભરત જોશી (વકીલ ),જીગર કોટક, શંકરભાઈ ચૌધરી, ભારત વિકાસ પરિષદના પ્રમુખ મગનભાઈ પ્રજાપતિ, મંત્રી શીતલભાઈ ત્રિવેદી, દર્શન ઠક્કર,રોહિત સોની,દિપેશભાઈ સેવક, શિક્ષક ભદ્રસિંહ રાઠોડ, પરાગ જોશી, રસિક ત્રિવેદી તેમજ આગેવાનો, તેમજ ભાગ લેનાર બાળકો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. જોકે આ કાર્યક્રમમાં દિયોદર તાલુકામાં શિક્ષણ વિભાગમાં એવોર્ડ પ્રાપ્ત કરનાર જામાભાઈ ચૌધરીનું પણ મહેમાનો તેમજ ભારત વિકાસ પરિષદ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન રોહિત સોની દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું હતું.ભારત વિકાસ પરિષદના પ્રમુખ, મંત્રી સભ્યો દ્વારા ભારે જહેમત ઊઠાવી હતી. જોકે આ કાર્યક્રમનું વધુમાં જણાવ્યું હતું જે શાળાઓને નંબર મળ્યો છે એ હવે પ્રાંત કક્ષાએ ભાગ લેવા માટે જશે.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

ગાયનેક ડોકટર માટે તાલીમ અને પરીક્ષા ફરજિયાત

aapnugujarat

પ્રદીપ ગુલાબચંદ પટેલને પીએચડીની ડિગ્રી એનાયત કરાઈ

editor

ધોરણ-૧૦ બોર્ડનું રિઝલ્ટ ૨૧મીએ જાહેર કરી દેવાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1