Aapnu Gujarat
શિક્ષણ

ડીસાની આદર્શ પ્રાથમિક શાળામાં સ્વયં શિક્ષક દિન ઊજવણી કરાઈ

ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસની યાદમાં ૫ સપ્ટેમ્બરનો દિવસ શિક્ષક દિન તરીકે ઉજવાય છે જે અંતર્ગત આદર્શ પ્રાથમિક શાળા ડીસા ધોરણ ૧ થી ૪ માં તારીખ ૫/૯/૧૯ના રોજ સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કુલ ૩૯ બાળકોએ હરખભેર ભાગ લીધો હતો.
આ તમામ બાળકોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં શિસ્ત,ભણાવવાની શૈલી, તૈયારી, વર્ગ ઉપર કન્ટ્રોલ,પરીવેશ આ તમામ પાસાઓના આધારે શિક્ષક બનેલાઓમાંથી ૧ થી ૩ આપવામાં આવ્યો હતો. નંબર ૧ ગૌસ્વામી ધનુ, નંબર ૨ રોજાસરા ક્રિષ્ના, નંબર ૩માં ત્રણ વિધાર્થીઓમાં મહેતા મલય, શાહ કાવ્ય, સોલંકી રિયા રહ્યા હતા , શ્રેષ્ઠ વર્ગ તરીકે ૪ અનો વર્ગ રહ્યો હતો અને શિક્ષક બનેલ દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઈનામ આપવામાં આવ્યું હતું.
શિક્ષકો બનેલ વિધાર્થીઓને માર્ગદર્શન અને વ્યવસ્થા કલ્પેશ માળી સહિત ધોરણ ૧ થી ૪ ના તમામ શિક્ષકો તરફથી મળી હતી અને નાસ્તામાં પાઉંભાજીની સુંદર વ્યવસ્થા પણ સ્ટાફ તરફથી થઈ હતી. કાર્યક્રમમાં પ્રસ્તાવના રમીલાબેન ચૌધરીએ આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રવીણભાઈ નાઈએ કર્યું હતું.
(તસ્વીર / અહેવાલ રઘુભાઈ નાઈ દિયોદર, બનાસકાંઠા )

Related posts

શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના આચાર્ય ઘનશ્યામ બારૈયાનો વિદાય સમારંભ યોજાયો

editor

યુજીસીની સૂચનને અવગણી રાજ્યની યુનિવર્સિટીઓમા જંકફૂડનું વેચાણ

aapnugujarat

હવેથી શાળાઓમાં નવરાત્રિ વેકેશન ન આપવાનો નિર્ણય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1