Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ જીલ્લા આઇ.ઇ.સી ઓફિસર વિજય પંડીતનો વિદાય સમારંભ યોજાયો

અમદાવાદ જિલ્લા પંચાયત આરોગ્ય શાખામાં જિલ્લા આઇ.ઇ.સી. ઓફિસર તરીકે ફરજ બજાવતા વિજય પંડીત  તારીખઃ-31/08/19 ના રોજ વય નિવૃત થતા તેઓનો વિદાય સમારંભ જીલ્લા પંચાયત અમદાવાદ ખાતે યોજાયો હતો. ડીઆઇઇસીઓ વિજય પંડીતે 37 વર્ષ સુધી આરોગ્ય વિભાગમાં ફરજ બજાવીને અનેક લોકોને આરોગ્ય વિષય માહિતી તથા માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ. વિદાય સમારંભમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવ,આરસીએચઓ ડો.ગૌતમ નાયક, ક્યુએમઓ ડો. સ્વામિ કાપડીયા, વિજય પંડિત, નિલમ વિજય પંડિત સહિત મોટી સંખ્યામાં આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ જીલ્લા આઇ.ઇ.સી અધિકારી તરીકે નિવૃત થયેલા વિજય પંડિતે 37 વર્ષ સુધી આરોગ્ય વિભાગમાં સેવાઓ આપી હતી. તેઓેએ પ્રા.આ.કેન્દ્ર કાવીઠા અને ઉપરદળ ઉપરાંત તાલુકા હેલ્થ ઓફિસ બાવળા ખાતે પણ ફરજ બજાવી હતી. અમદાવાદ જિલ્લા પંચાયત આરોગ્ય શાખામાં જિલ્લા આઇ.ઇ.સી. ઓફિસર તરીકે ફરજ બજાવતા વિજય પંડીત  તારીખઃ-31/08/19 ના રોજ વય નિવૃત થયા હતા. સતત હસતા અને મિલનસાર સ્વભાવના વિજય પંડિતે અમદાવાદ જિલ્લાના તમામ ગામમાં સતત લોક સંપર્કમાં રહી આરોગ્ય વિભાગમાં ફરજની સાથે લોક સેવાના મળેલા અવસરને માનવ સેવાના કાર્યમાં જોતરીને અનેક લોકો, અધિકારીઓ અને પદાધીકારીઓની ચાહના મેળવી હતી. તેઓ કુટુંબ કલ્યાણ ઓપરેશન, રસીકરણ, મુખ્યમંત્રી અમૃતમ તથા મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના કાર્ડ, આયુષ્યમાન ભારત યોજના સહિત આરોગ્ય વિષયક માહિતી છેવાડાના માનવી સુધી પહોચાડવા પ્રયત્નશીલ રહેતા હતા. જિલ્લા પંચાયત અમદાવાદ ખાતે આયોજીત કાર્યક્રમમાં વિજય પંડીતના વિદાય સમારંભમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવ,આરસીએચઓ ડો.ગૌતમ નાયક, ક્યુએમઓ ડો. સ્વામિ કાપડીયા, વહીવટી અધિકારી સહિતના આધિકારીઓ દ્વારા તેઓની 37 વર્ષની આરોગ્ય વિભાગની સેવાઓની ભરપુર પ્રસંશા કરી હતી અને તેઓને નિવૃતિ બાદ પણ સમાજીક કાર્યોમાં પ્રવૃત રહીને સુખી, સ્વસ્થ, નિરોગી જીવન વિતાવે તેવી શુભકામનાઓ આપી હતી.

વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ

Related posts

આશા ફાઉન્ડેશને તરછોડાયેલા વિદેશી શ્વાનોને આશરો આપ્યો

aapnugujarat

ઘાટલોડિયામાં ભાજપા યુવા મોરચા દ્વારા ‘‘નરેન્દ્ર મોદી અને અમિત શાહ આપના દ્વારે’’ કાર્યક્રમ યોજાયો

aapnugujarat

બાપુનગરની સીટ ઉપરથી કિન્નરની અપક્ષ ઉમેદવારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1