Aapnu Gujarat
શિક્ષણ

કાંકરેજ તાલુકાની ભદ્રેવાડી પ્રાથમિક શાળામાં સી.આર.સી. કક્ષાનો વિજ્ઞાનમેળો, સાયકલ વિતરણ અને તિથિભોજન અપાયું

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ભદ્રવાડી પ્રાથમિક શાળામાં આજરોજ ડૉ. વિક્રમ સારાભાઈ સંકુલમાં ટોટાણાનું કલસ્ટર કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું જેમાં આજુબાજુની સાત શાળાઓમાંથી શિક્ષકો અને બાળ વૈજ્ઞાનિકોએ જુદા જુદા પાંચ વિભાગોમાં કૃતિઓ રજૂ કરેલ. દરેક વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને પેન આપી સી.આર.સી.કૉ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.
કાર્યક્રમને ઉપસ્થિત મહેમાનો અને ગામના અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટય કરી ખુલ્લો મુકાયેલ.આ શુભ પ્રસંગે શાળાના આચાર્ય ગોપાલ જોષી દ્વારા પ્રાસંગિક ઉદબોધન અને આ પ્રદર્શન શા માટે ? એ વિષય પર ચિંતન રજુ કરેલ. બીટકેની હિતેશ પરમાર દ્વારા બાળકોને વિજ્ઞાનના મહત્વ વિશે સુંદર સમજ આપેલ.સી.આર.સી.કૉ ભરત શર્મા દ્વારા બાળકોને પ્રોત્સાહિત પ્રવચન આપવામાં આવેલ. બહારથી આવેલ અધિકારીગણ અને શિક્ષકોનું પુસ્તક આપી સન્માન કરવામાં આવેલ. કાર્યક્રમના અંતે સરકારી શાળામાં ધોરણ -૯ માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ કરવામાં આવેલ.આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ બાળકો અને અતિથિઓને શાળાની બે શિક્ષિકા બહેનો સેજલ પટેલ અને હેતિકા પટેલ દ્વારા એમના પૂર્વજોની યાદમાં દાળ-ભાત,પુરી-શાક,મોહનથાળ અને પાપડનું તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. ભગવાન એમના જીવનમાં વધુ સુખ અને સમૃદ્ધિમાં વધારો કરે એવી બાળદેવો વતી આચાર્ય દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ.
આ કાર્યક્રમમાં બીટકેની શ્રી,પે.કેન્દ્રાચાર્ય ભરતભાઇ, સી.આર.સી.કૉ, એસ.એમ.સી અધ્યક્ષ ભૂરાજી જાલેરા, ઉપાધ્યક્ષ મુર્તુજાભાઈ, શિક્ષણવીદ દિલુભા વાઘેલા, મેલાજી ઠાકોર, મોહંમદ ઉકાણી (પત્રકાર), સરકારી શાળાના શિક્ષક નિકુંજભાઈ, એસ.એમ.સી સભ્યો, ગામના આગેવાનો, નજીકની શાળાઓના શિક્ષકો અને બાળ વૈજ્ઞાનિક હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સ્ટાફ ગણે ભારે જહેમત ઉઠાવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડી.કે.દેસાઈ દ્વારા કરવામાં આવેલ.

(તસવીર/અહેવાલઃ મોહંમદ ઉકાણી કાંકરેજ,બનાસકાંઠા)

Related posts

સીએના ૫૨૯ સ્ટુડન્ટસને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પદવી

aapnugujarat

આરટીઇ હેઠળ રાજયમાં આ વર્ષે ૧ લાખ બાળકોને પ્રવેશ

aapnugujarat

પરિણામથી અસતુંષ્ટ ધો. ૧૨ના તમામ પ્રવાહના વિદ્યાર્થીઓ આપી શકશે પરીક્ષા

editor

Leave a Comment

UA-96247877-1