Aapnu Gujarat
Uncategorized

પ્રભાસ પાટણના ગણેશ ઉત્સવ માં પૂજા-અર્ચના કરી સહભાગી થતા કલેકટર અજય પ્રકાશ

વેરાવળ પ્રભાસ પાટણના રામરાખ ચોક ગણેશ કિંગ મિત્ર મંડળ દ્વારા આયોજીત ગણેશ ઉત્સવમાં ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર અજય પ્રકાશે ગજાનન ગણપતિની મહાપૂજા મહાઅભિષેક અને આરતી કરી ધન્યતા અનુભવી હતી.
ગણેશ ઉત્સવના બીજા દિવસે જિલ્લા કલેક્ટર અજય પ્રકાશ પ્રભાસપાટણ રામરાખ ચોકમાં સ્થાપિત ગણેશજીના પુજન માટે પધારેલ તેમજ મહાપૂજાનો લાભ લીધેલ હતો.રામરાખ ચોક ખાતે ખાસ આકર્ષણનું કેન્દ્ર બનેલ એવા સોમનાથ ભગવાનના શ્રાવણ માસ દરમ્યાન થયેલ રોજેરોજના આહલાદક શણગારના દર્શન કરી ખુશી વ્યક્ત કરેલ હતી તેમજ આજના દિવસે ગણેશજીના પુજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી.
આજની પુજામાં જિલ્લા કલેક્ટર સહિત વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જગદીશ ફોફંડી સહિત સ્થાનિક આગેવાનો અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.


(તસવીર / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)

Related posts

Rishad Premji can leave executive role from 2020 : Wipro

aapnugujarat

ધોલેરા અમદાવાદ જીલ્લા ભાજપ કારોબારી…

aapnugujarat

ભાવનગરના ટેક્સ કન્સલ્ટન્ટ જિજ્ઞેશ મજીઠિયા પ્લાઝમા ડોનેશન કર્યું

editor

Leave a Comment

UA-96247877-1