Aapnu Gujarat
ગુજરાત

કાંકરેજ તાલુકાના આંગણવાડા ગામમાં ગાયોને ઘાસ અને બાળકોને બટુક ભોજન કરાવતા ચરણસિંહ વાઘેલા

અત્યારે શ્રાવણ મહિનાના દિવસો ચાલતાં હોય અને પોતપોતાની શક્તિ અને ભક્તિ પ્રમાણે લોકો સેવા અને પ્રાર્થના કરતાં હોય છે ત્યારે આંગણવાડા ખાતે ૧૫૦૦ વિદ્યાર્થીઓને બટુક ભોજન અને ૨૦૦ કરતા વધારે ગાયોને ઘાસચારો આપવામાં આવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લાનાં કાંકરેજ તાલુકાના આંગણવાડા ગામે એક સેવાભાવી માણસ ચરણસિંહ વાધેલા શ્રાવણ માસમાં આમતો શિવની ભક્તિ કરે છે અને પુજા અર્ચના પણ કરે છે પણ વધુમાં ચરણસિંહ વાધેલા પાંચ વર્ષથી આંગણવાડા ગામની આજુબાજુ ચાલતી પ્રાથમિક શાળાઓનાં બાળકોને બટુક ભોજન જમાડે છે અને ઓગડબાપાની થળી મઢની જગ્યાની ગૌ શાળામાં ૨૦૦થી વધારે ગાયોને ચરણસિંહ બે વિધા ખેતરમાં લીલું ઘાસ ઉગાડે છે અને શ્રાવણ માસમાં ગાયોને ચારો આપે છે. બાળકોને જમાડીને અને જે એમનાં મિત્ર વર્તુળ છે તેમાં દુરદુરથી લોકો આવી બાળકો સાથે બટુક ભોજન સાથે લે છે અને પધારેલા સાધુ-સંતોને દક્ષિણા આપવામાં આવે છે. હાલમાં (૧૧)થી વધારે સ્કુલો એમાં, આંગણવાડા, રૂપપુરા, કસલપુરા, ગંગાપુર, હરીપુરા, નેસડા, આવી (૧૧) સ્કુલોના બાળકો કુલ અંદાજીત (૧૫૦૦) જેટલાં બાળકો, શિક્ષક મિત્રો સાથે ભોજન પ્રસાદ કરાવી બાળકોને ટ્રેક્ટર મારફત સ્કુલમાં લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં આંગણવાડાના વડીલો યુવાનો બાળકોએ ઉત્સાહભેર સાથે બટુક ભોજન લીધું હતું. ચરણસિંહ વાધેલાએ જણાવ્યું હતું કે બીજી બધી પાર્ટીઓ મનાવો એના કરતાં આવાં નાનાં બાળકોને ભોજન કરાવાથી ગાયોને ઘાસ ખવડાવાથી પુણ્ય મળે છે અને બાળકો ભગવાન સ્વરૂપ છે, ગાય માતાનું સ્વરૂપ છે તો આનાથી વધારે શું હોઇ શકે.
(તસવીર/અહેવાલ-મોહંમદ ઉકાણી કાંકરેજ, બનાસકાંઠા)

Related posts

રેશનિંગની દુકાનેથી કેરોસીનનું વિતરણ બંધ

aapnugujarat

આમલેથા પોલીસે ઠગ મહિલાઓની ટોળકી ઝડપી

aapnugujarat

જખૌ પાસેથી ભારતીય કોસ્ટગાર્ડે 300 કરોડનું હેરોઇન જપ્ત કર્યુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1