Aapnu Gujarat
ગુજરાત

શાળા પ્રવેશ અને કન્યા કેળવણી મહોત્સવે વિદ્યાર્થીઓને શિક્ષણના હાર્દમાં પ્રસ્થાપિત કરવાનું કામ કર્યુ  : શિક્ષણ મંત્રી

શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાએ શહેરી શાળા પ્રવેશ અને કન્યા કેળવણી મહોત્સવ માટે ઉત્પ્રેરક અને પ્રોત્સાહક વાતાવરણ કેળવવાની એક નવતર પહેલના રૂપમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ વડોદરા મહાનગરપાલિકા અને સ્વૈચ્છિક સેવા સંસ્થાઓના સહયોગથી યોજેલી પ્રથમ વિદ્યા વિકાસ યાત્રાને પ્રસ્થાન કરાવ્યુ હતું. તેમણે જણાવ્યુ હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની પેઢી ઘડતર માટેની ભેટ જેવા શાળા પ્રવેશ અને કન્યા કેળવણી મહોત્સવે વિદ્યાર્થીઓને શિક્ષણના હાર્દમાં પ્રસ્થાપિત કરવાનું કામ કર્યુ છે.

સન ૨૦૦૩માં આ કાર્યક્રમોની શરૂઆતના સમયે શાળા પ્રવેશનો દર ૭૫ ટકા અને ભણતર છોડીને ઉઠી જવાનું પ્રમાણ (ડ્રોપ આઉટ રેટ) ૨૫ ટકા જેટલા ચિંતાજનક સ્તરે હતું. આ કાર્યક્રમોના પ્રભાવથી ૧૫ વર્ષમાં આજે શાળા પ્રવેશને  લાયક ઉંમરના ૯૯ ટકા છોકરાઓ શાળાઓમાં પ્રવેશ મેળવે છે અને ડ્રોપ આઉટ રેટ ૧.૫ થી ૨ ટકાના તળીયે પહોંચ્યો છે. આ બાબત આ કાર્યક્રમોની વિધેયાત્મક સફળતા દર્શાવે છે.

રાજ્ય સરકારે શિક્ષણનો ગરીબી સામે લડવાના સાધન તરીકે સ્વીકાર કર્યો છે એવી લાગણી વ્યક્ત કરતાં શિક્ષણ મંત્રીએ જણાવ્યુ કે, જે મા-બાપ અંગત સ્વાર્થ માટે સંતાનોનું શિક્ષણ છોડાવે છે એ સામાજિક પાપ કરે છે. વિદ્યા વિકાસ યાત્રા શહેરી જનસમુદાયમાં અને ખાસ કરીને પછાત વિસ્તારોમાં બાળકોને શાળા પ્રવેશ માટે જાગૃતિ પ્રસરાવવાનું કામ કરશે એવી અપેક્ષા વ્યક્ત કરતાં તેમણે શિક્ષણ સમિતિ અધ્યક્ષા મીનાબા પરમારની ટીમ, મેયરશ્રી અને સહયોગી સંસ્થાઓને અભિનંદન આપ્યા હતા. શરૂઆતમાં સહુને આવકારતા મીનાબા પરમારે વિદ્યા વિકાસ યાત્રાના વિધેયાત્મક અને સકારાત્મક હેતુઓની છણાવટ કરી હતી. મેયરશ્રી ભરતભાઇ ડાંગરે પ્રત્યેક વિદ્યાર્થી વૃક્ષ, પર્યાવરણ અને સ્વચ્છતાનો મિત્ર બને એવો અનુરોધ કર્યો હતો. આ આયોજનને બેંક ઓફ બરોડા, સેવા સંસ્થા આનંદ આશ્રમ અને બીઆરજી ગ્રુપે પીઠબળ આપ્યુ હતું.

રેલી પ્રસ્થાનમાં ખેલ રાજ્યમંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્યશ્રી જીતુભાઇ સુખડિયા, મનીષાબેન વકીલ, કોર્પોરેશન પદાધિકારીઓ અને નગરસેવકો, વુડા અધ્યક્ષ શ્રી નારણભાઇ પટેલ, અન્ન આયોગના અધ્યક્ષશ્રી ભૂપેન્દ્રભાઇ લાખાવાળા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્યો, સમિતિના પૂર્વ અધ્યક્ષો અને સદસ્યો, જિલ્લા શિક્ષણાધિકારી અને શાસનાધિકારીઓ, નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી પંકજ ઔંધીયા, મહાનુભાવો, શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

अहमदाबाद में स्वाइन फ्लु का और एक केस दर्ज

aapnugujarat

સાબરકાંઠા જિલ્લાના ઇડર ના ત્રણ તોડબાજ પત્રકારો ઉપર ખંડણી ની ફરિયાદ ઇડર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ

editor

૬૦૦૦થી પણ વધુ હોદ્દેદારના તોગડિયાના ટેકામાં રાજીનામા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1