Aapnu Gujarat
ગુજરાત

નિમણૂંક સત્તા સરકાર હસ્તક લેવા માટેના નિર્ણયને પડકાર :હાઇકોર્ટમાં મહત્વની રિટ અરજી થઇ

ગુજરાત સરકારે ગુજરાત પ્રોવીન્શીયલ મ્યુનિસિપલ કોર્પોરેશન(જીપીએમસી) એકટમાં મહત્વનો સુધારો કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતના તમામ આઠ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, આસીટન્ટ મ્યુનિસિપલ કમિશનર તથા અન્ય અધિકારીઓની નિમણૂંક કરવાની સત્તા પોતાને હસ્તક લઇ લેતાં ગુજરાત હાઇકોર્ટમાં બહુ અગત્યની રિટ અરજી દાખલ થઇ છે. અમ્યુકોના વિપક્ષ કોંગ્રેસના પૂર્વ નેતા અને બહેરામપુરા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર બદરૂદ્દીન શેખ દ્વારા કરાયેલી રિટ અરજીમાં હાઇકોર્ટે રાજય સરકાર, શહેરી વિકાસ અધિક સચિવ, કાયદા સચિવ, સામાન્ય વહીવટી વિભાગના સચિવ સહિતના પક્ષકારો વિરૂધ્ધ કારણદર્શક નોટિસો જારી કરી કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં રાખી છે. હાઇકોર્ટે આ સમગ્ર મામલે રાજય સરકારનો જવાબ માંગ્યો છે. અમ્યુકોના વિપક્ષ કોંગ્રેસના પૂર્વ નેતા બદરૂદ્દીન શેખ દ્વારા કરાયેલી રિટ અરજીમાં એડવોકેટ વિશાલ પટેલે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, રાજય સરકારે જીપીએમસી એકટમાં વિવાદીત સુધારો કરતું બીલ વિધાનસભામાં પાસ કરી તેનો કાયદો બનાવી ગેઝેટમાં પ્રસિધ્ધ કરી દીધો છે અને હવે તેનો અમલ કરવાની તજવીજમાં છે પરંતુ આ કાયદા મારફતે સરકારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતના તમામ આઠ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, આસીટન્ટ મ્યુનિસિપલ કમિશનર તથા અન્ય અધિકારીઓની નિમણૂંક કરવાની સત્તા પોતાને હસ્તક લઇ લીધી છે, એટલે કે, આ નિમણૂંકના પાવર સરકારે કોર્પોરેશન પાસેથી પોતાની પાસે લઇ લીધા છે. અગાઉ આ નિમણૂંકો કરવાની સત્તા કોર્પોરેશન પાસે હતી. સરકારનો આ નિર્ણય ગેરકાયદે, ગેરબંધારણીય અને અયોગ્ય હોઇ રદબાતલ થવાપાત્ર ઠરે છે. અરજદારપક્ષ તરફથી હાઇકોર્ટનું ખાસ ધ્યાન દોરાયું કે, અગાઉ કોર્પોરેશન પાસે સત્તા હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશનોનો વહીવટ જે તે કોર્પોરેશનની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ એવા કોર્પો.માંથી નીમાયેલા અધિકારીથી થતો હતો. જેના કારણે વહીવટમાં એકસૂત્રતા રહેતી હતી. સૌથી મહત્વનું એ છે કે, બંધારણના ૭૪ અમેન્ડમેન્ટ મુજબ, બંધારણમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને સ્વતંત્રતા અપાયેલી છે અને તે તેનો વહીવટ સુદ્રઢ રીતે કરી શકે તે હેતુથી સ્વાયત્ત સત્તાઓ પણ બક્ષાયેલી છે ત્યારે બંધારણીય જોગવાઇમાં ફેરફાર કરવાની કે તેમાં સુધારો કરવાની સરકારને કોઇ સત્તા જ નથી. વળી, બંધારણમાં સ્ટેટલીસ્ટ એ માં રાજય સરકારની ફરજોનો સ્પષ્ટ ઉલ્લેખ કરાયેલો છે, જેમાં આ સુધારો આવતો નથી, તેથી સરકારનો ઉપરોકત સુધારો ગેરકાયદે અને ગેરબંધારણીય ઠરે છે.
સરકારના આ સુધારાના કારણે હવે રાજય સરકાર તેની રીતે પોતાના માણસોની નિમણૂંકો કોર્પોરેશનોમાં કરશે અને તેના કારણે કોર્પોરેશનનો કંટ્ર્‌ોલ સરકાર હસ્તક જતો રહેશે અને તેનું એક સ્વાયત્ત સંસ્થાને બદલે રાજકીયકરણ થઇ જશે. આ સંજોગોમાં નાગરિકોના હિત અને જાહેરહિતને ધ્યાનમાં લઇને પણ હાઇકોર્ટે સરકારના ઉપરોકત નિર્ણયને ગેરકાયદે અને રદબાતલ ઠરાવવો જોઇએ.

Related posts

ડીસાના ખેટવા ગામે પંચમુખી ભોલેનાથનો હવન યજ્ઞ યોજાયો

aapnugujarat

બજેટસત્ર ખોરવવાના વિપક્ષના વર્તન સામે વિરોધ દર્શાવવા મુખ્યપ્રધાન સહિતના ભાજપ નેતાના આજે પ્રતિક ઉપવાસ

aapnugujarat

2001 પછી ભાજપે નર્મદા યોજનાને નામે રાજકીય લાભ લીધો છે : અમિત ચાવડાએ સરકાર પર કર્યા આકરા પ્રહારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1