Aapnu Gujarat
Uncategorized

બિગ બીનાં અવાજમાં તૈયાર ‘જય સોમનાથ’ ૩ડી મેપિંગ (લાઈટ એન્ડ સાઉન્ડ) શોનાં હવેથી દરરોજ બે શો યોજાશે

તાજેતરમાં રાજ્ય સરકારનાં પ્રવાસન નિગમ દ્વારા શ્રી સોમનાથ ખાતે પ્રવાસીઓનું અનોખું આકર્ષણ રહે તેવુ આશયથી શ્રી સોમનાથ મંદિરનો ઈતિહાસ તેમજ ઐતિહાસિક સંસ્કૃતિથી માહિતગાર થાય તે માટે શ્રી સોમનાથ મંદિર ખાતે ૩ડી પ્રોજેક્ટ મેપિંગ સાથેનો સાઉન્ડ એન્ડ લાઈટ શો બિગ બીનાં અવાજમાં તૈયાર કરવામાં આવેલ છે જેનું ઉદ્‌ઘાટન મુખ્યમંત્રી રૂપાણીનાં હસ્તે તથા કેબિનેટ મંત્રીઓની ઉપસ્થિતિમાં તા.૨૧ એપ્રિલનાં રોજ કરાયું હતું. આ શોનો લાભ સ્થાનિક લોકો તથા યાત્રિકોને મળે તે માટે પ્રથમ સપ્તાહમાં આ શો તદ્‌ન ફ્રી ચલાવવામાં આવ્યો હતો.

૧૧ મે ૨૦૧૭નાં રોજ શ્રી સોમનાથ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા દિન નિમિત્તે આ શોનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો અને લોકો માટે ખુલ્લો મૂકાયો હતો. શોનું સંચાલન શ્રી સોમનાથ ટ્રસ્ટને સુપ્રત કરવામાં આવ્યું. વધુમાં મખ્યમંત્રી રૂપાણીનાં સૂચન અનુસાર આ ઐતિહાસિક શોનો વધુમાં વધુ લોકો લાભ લે અને ઐતિહાસિક બાબતથી માહિતી થાય તેવા આશયથી હવે આ શો ૫ જૂન ૨૦૧૭નાં રોજથી દિવસ દરમિયાન બે વખત પ્રસ્તુ કરવામાં આળસે જેથી વધુ લોકો આનો લાભ લઈ શકે. પ્રથમ શો સાંજે ૭.૪૫ થઈ ૮.૨૦ સુધી અને બીજો ૮.૩૦ થી ૯.૦૫ સુધઈ રહેશે.

Related posts

મોરબીથી ૯૦ હજારની નકલી નોટો સાથે એક શખ્સ ઝડપાયો

aapnugujarat

વ્યાજખોરના ઘરેથી મળી એટલી રોકડ કે મંગાવ્યું પડ્યું મશીન

aapnugujarat

જેતપુરમાં માતા-પુત્રી અને રાજકોટમાં વિદ્યાર્થીએ કરેલા આ૫ઘાતથી અરેરાટી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1