Aapnu Gujarat
રાષ્ટ્રીય

મંદસોરમાં કિસાનો વિફર્યા, ટોલ પ્લાઝામાં તોડફોડ, રૂ. ૧૦ લાખની લૂંટ

મધ્ય પ્રદેશના મંદસોરમાં ખેડૂત આંદોલને લૂંટફાટ અને હિંસક વળાંક ધારણ કર્યું છે. દેખાવકારોએ એક ટોલ પ્લાઝામાં તોડફોડ મચાવવાની સાથે આઠથી ૧૦ લાખ રૂપિયાની લૂંટ ચલાવી છે. આ અગાઉ દેખાવકારોએ દારુની દુકાનો અને બસોને નિશાન બનાવી હતી.
હિંસક સ્વરૂપ ધારણ કરનાર મંદસોર ખેડૂત આંદોલનને શાંત પાડવામાં સરકારને હજુસુધી સફળતા સાંપડી નથી. સરકારે આ સાથે મંદસોર અને તેના આસપાસના વિસ્તારોમાં આરએએફ સહિત અન્ય દળોની છ કંપનીઓ તૈનાત કરી છે. પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે ૧,૧૦૦ જેટલા સુરક્ષા કર્મચારીઓ ખડેપગે છે. મધ્ય પ્રદેશ સરકારે મંદસોર, રતલામ અને ઉજ્જૈનમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી છે.
દેખાવકારોએ બુધવારે ટ્રાફિક જામમાં સપડાયેલા વાહનોને નિશાન બનાવ્યા હતાં. દેખાવકારોએ મોટા વાહનોમાં લૂંટ ચલાવવાની સાથે ૧૫ કરતાં વધારે લકઝરી બસોમાં આગ ચાંપી હતી. પોલીસ પણ દેખાવકારોના રોષનો ભોગ બની હતી અને હિંસક હુમલામાં અત્યાર સુધી ૧૨ કરતાં વધારે પોલીસને ઈજા થઈ છે. આટલું જ ઘટનાના કવરેજ માટે આવેલા પત્રકારોને પણ દેખાવકારોએ નિશાન બનાવ્યા હતાં.

Related posts

Covid-19: With 14,516 new cases India’s tally rises to 3,95,048

editor

જમ્મુ કાશ્મીરનાં લોકો ફરી આતંકવાદ તરફ વળી રહ્યા છે : રિપોર્ટ

aapnugujarat

પ્રશાંત કિશોરે પીએમ મોદી સાથે કરી મુલાકાત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1