Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પ્રશાંત કિશોરે પીએમ મોદી સાથે કરી મુલાકાત

ભારતીય રાજકારણના નવા ચાણક્ય બનીને આવેલા પ્રશાંત કિશોર એક વાર ફરી મોદી ટીમમાં સામેલ થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. સૂત્રોને મળતા અહેવાલ મુજબ ૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં પ્રશાંત કિશોર ફરી એકવાર નરેન્દ્ર મોદીના ચૂંટણી અભિયાનની જવાબદારી સંભાળે તેવું લાગી રહ્યું છે.એક મળતાં અહેવાલ મુજબ થોડા સમય પહેલા જ આ બંને દિગ્ગજ નેતાઓ વચ્ચે મુલાકાત યોજાઇ ગઇ. બંને નેતાઓ વચ્ચેની મુલાકાત બાદ પ્રશાંત કિશોર ફરી એકવાર મોદીના ચૂંટણી રથના સારથી બને તેવી શકયતા છે.ગત થોડા વર્ષોથી પ્રશાંત કિશોરે રાજકારણની દુનિયામાં એક અલખ ઓળખ બનાવી છે. ૨૦૧૨માં ગુજરાત વિધાનસભા ચૂંટણી અને ફરી ૨૦૧૪માં લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની જીત પછી પ્રશાંત કિશોર પર સૌની નજર છે. પરંતુ ૨૦૧૪ બાદ બંને દિગ્ગજ નેતાઓના રસ્તાઓ અલગ થઇ ગયા હતા.બિહારમાં મહાગઠબંધનને મળેલી ઐતિહાસિક જીત બાદ પ્રશાંતનું કદ રાજકારણ જગતમાં કદ થોડુ વધી ગયુ હતું. એક મળતાં અહેવાલ મુજબ પ્રશાંત કિશોર ગત છ મહિનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંપર્કમાં છે. બંને દિગ્ગજ નેતાઓ વચ્ચે સીધો વાર્તાલાપ થયો છે.જ્યાં બંને નેતાઓ વચ્ચે લોકસભા ચૂંટણીમાં મોદી ટીમમાં પ્રશાંત કિશોરની ભૂમિકાને લઇને ચર્ચાએ જોર પકડયું છે. એક મળતાં અહેવાલ મુજબ પ્રશાંત કિશોરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત પણ થઇ છે. જ્યારે વિશ્લેષકોના મત મુજબ ૨૦૧૪ લોકસભા ચૂંટણી બાદ પ્રશાંત કિશોર અને ભાજપ વચ્ચેના ખટરાગમાં અમિત શાહ સાથેના સંબંધોમાં પડેલી તિરાડ માનવામાં આવ્યું હતું.જો કે અહેવાલ મુજબ પીએમ મોદી અને કિશોરની મુલાકાત હજી અંતિમ નિર્ણય પર નહીં પહોંચી હોય તેમ લાગી રહ્યું છે. પ્રશાંત કિશોર જો ભાજપ સાથે હાથ મેળવે તો એ વાત નક્કી છે કે તે ફરી પીએમ મોદીના પ્રચાર અભિયાનની કમાન જાતે જ સંભાળશે. જો કે ભાજપ હવે દેશમાં ઘણો મજબૂત પક્ષ તરીકે છે. પ્રશાંત કિશોરને જવાબદારી સોંપવામાં આવશે કે તે આ સમર્થનને મતમાં ફેરવી નાંખે.

Related posts

બિહાર એનડીએના સાથી પક્ષોમાં ડખ્ખાં

editor

अटल बिहारी वाजपेयी की 96वीं जयंती : राष्ट्रपति, प्रधानमंत्री, गृहमंत्री, रक्षामंत्री सहित कई मंत्रियों ने दी श्रद्धांजलि

editor

ભાજપની વિરૂધ્ધ માર્ગથી લઇ સંસદ સુધી લડાઇ લડવામાં આવશે : શિવપાલસિંહ યાદવ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1