Aapnu Gujarat
ગુજરાત

ઓઢવમાં માતા-પુત્રનો હત્યારો બે દિવસનાં રિમાન્ડ પર

ઓઢવમાં વિધવા માતા અને તેના જુવાનજોધ પુત્રના હત્યારા એવા આરોપી કમ્પાઉન્ડર બળદેવ બુધાજી ચૌહાણ(ઠાકોર)ને આજે મેટ્રોપોલીટન કોર્ટે બે દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો હતો. ગઇકાલે પોલીસે માતા-પુત્રની હત્યાના ડબલ મર્ડર કેસમાં આરોપી કમ્પાઉન્ડર બળદેવ ચૌહાણની ધરપકડ કરી હતી અને આજે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે રિમાન્ડ અરજીમાં જણાવ્યું હતું કે, વિધવા માતા અને તેના પુત્ર વિપુલની હત્યાના ચકચારભર્યા આ ડબલ મર્ડર કેસમાં મરનાર યુવકની પત્ની સુજાતા પણ સંડોવાયેલી હોવાથી આરોપીને સાથે રાખી તે દિશામાં તપાસ કરવાની છે. આરોપીએ ગુનામાં ઉપયોગમાં લીધેલ હથિયાર પણ તેની પાસેથી કબ્જે કરવાના છે. ઉપરાંત, મરનારની પત્ની સુજાતા કે જે આરોપીની સાથે પ્રેમસબંધમાં હતી, તે પણ આ ગુનામાં સંડોવાયેલી હોઇ તેની તપાસ કરવા મહારાષ્ટ્ર ખાતે તેણીના ત્યાં જવાનું હોઇ અને આ માટે આરોપીને સાથે રાખીને તપાસ કરવાની હોઇ કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન જરૂરી છે. આરોપીનો હત્યા પાછળનો ઇરાદો શું હતો અને તેની સાથે અન્ય કોઇ સંડોવાયેલું છે કે કેમ તેની તપાસ કરવાની છે. આરોપી હત્યાનો ગુનો આચર્યા બાદ કયાં રોકાયો અને તેણે શું કર્યું તેની પૂછપરછી કરવાની છે. આ સંજોગોમાં આરોપીના પૂરતા રિમાન્ડ મંજૂર કરવા જોઇએ. પોલીસની રિમાન્ડ અરજી ધ્યાને લઇ કોર્ટે આરોપી કમ્પાઉન્ડર બળદેવને બે દિવસના રિમાન્ડ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ઓઢવના અંબિકાનગર ખાતે બેલાપાર્ક સોસાયટી ખાતે રહેતા વિધવા કંચનબહેન મોદી અને તેના પુત્ર વિપુલને આરોપી બળદેવે તા.૩જી જૂનના રોજ મોતને ઘાટ ઉતારી દીધા હતા અને તેઓની લાશ પ્લાસ્ટિકના કોથળામાં મૂકી નાસી ગયો હતો. બાદમાં પોલીસ તપાસમાં એવી ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે, મરનાર યુવકની પત્ની સુજાતા અને આરોપી કમ્પાઉન્ડર બળદેવ વચ્ચે પ્રણયસંબંધ હતા અને માતા-પુત્ર તેમાં આડખીલીરૂપ હોઇ આરોપીએ બંનેની હત્યા કરી નાંખી હતી.

Related posts

मोटेरा क्षेत्र में रिटायर्ड बैंक कर्मचारी ने पत्नी का गला दबाकर हत्या कर दी

aapnugujarat

પાટણના પૂરગ્રસ્ત ગામમાં કિડનીની બીમારીથી પીડાતા દર્દીને હવાઈ દળના હેલિકોપ્ટર દ્વારા ઉગારી લેવાયો

aapnugujarat

अहमदाबाद क्राइम ब्रांच ने 1 करोड़ के MD ड्रग्स के साथ ASI सहित 5 को किया गिरफ्तार

editor

Leave a Comment

UA-96247877-1