Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

યુપીની હાર માટે રાજ બબ્બર જવાબદાર છે : પ્રિયંકા ગાંધી

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની ઉત્તર પ્રદેશમાં થયેલ હાર માટે જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાજીનામું ભલે આપી દીધું હોય, પરંતુ સંગઠનમાં તેમના સહયોગી પ્રિયંકા ગાંધી વાડ્રાનું પ્રમોશન થતું દખાઈ રહ્યું છે.
છેલ્લા થોડા સમયથી તેઓ વિદેશમાં ફરી રહ્યાં હતાં અને હવે દેશમાં આવ્યાં તો પાર્ટીની હારના કારણો શોધવા લાગ્યાં. એની સાથે જ યુપીમાં વિધાનસભા પેટા-ચૂંટણીથી લઈને ૨૦૨૨ની ચૂંટણી માટે પણ ચર્ચા-વિચારણા શરૂ કરી દીધી છે. પરંતુ, સૌથી મોટી વાત એ છે કે લોકસભા ચૂંટણીના ૨ મહિના પછી એ પાર્ટીના ખરાબ પ્રદર્શન માટે એકલા રાજ બબ્બરને જવાબદાર ગણાવવાના મુડમાં લાગી રહ્યા છે.
યુપીમાં કોંગ્રેસનું કટોકટી બાદ અત્યારસુધીનું સૌથી ખરાબ પ્રદર્શન સામે આવ્યું અને ખુદ પૂર્વ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાની ખાનદાની બેઠક બચાવી ન શક્યા, ત્યારે રાજ બબ્બરે પાર્ટીની હાર માટે નૈતિક જવાબદારી લઈને પ્રદેશ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાની વાત કરી હતી.હવે જેમ જેમ પાર્ટી પાસે યુપીમાં કોંગ્રેસના પ્રદર્શનનું ફિડબેક આવવા લાગ્યું પ્રિયંકાએ પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બરની નિષ્ક્રિયતા પર આરોપ લગાવવાના શરૂ કરી દીધા છે.
મીડિયા રિપોર્ટ મુજબ પ્રિયંકાએ ઉત્તર પ્રદેશના પાર્ટી કાર્યકર્તાઓ, પૂર્વ યૂપીના ત્રણેય પાર્ટી સચિવ અને જ્યોતિરાદિત્ય સિંધિયાને રાજ બબ્બર અંગે કહ્યું કે, એમણે પ્રદેશમાં કંઈ કર્યું નથી જેના કારણે સ્થિતિ ખરાબ બની છે. કોંગ્રેસી સંસ્કૃતિમાં કોઈ નેતા વિશે કોઈ ગાંધી દ્વારા આવું કહેવાનો અંજામ શું હોઈ શકે, તેનો માત્ર અંદાજ લગાવી શકાય.

Related posts

बड़ी ख़बर : देशी वैक्सीन का जल्द शुरू होगा मनुष्यों पर परीक्षण…!

editor

યુવક જીવતી મરઘી ખાઈ ગયો!

aapnugujarat

इमरान ने दोहराई भारत से बातचीत की जरूरत, पीएम मोदी ने नहीं दिया भाव

aapnugujarat

Leave a Comment

UA-96247877-1