Aapnu Gujarat
ગુજરાત

ભરૂચના બે યુવકો ઝરવાણી ધોધમાં ગરકાવ

ગુજરાતમાં હાલમાં જ વરસાદ શરૂ થતાં ગુજરાતનું પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. વરસાદી માહોલમાં લોકો ફરવા જવાની મજા માણતાં હોય છે. જ્યાં ઉનાળાની ગરમીમાં કેટલાક ધોધમાં પાણી જોવા મળતા નથી ત્યાં વરસાદ શરૂ થતાં તે ધોધ ફરી જીવંત બની જાય છે આવા ધોધ પૈકીનો એક અને કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા નર્મદાના ઝરવણી ખાતે ભરૂચના બે યુવકો ધોધના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેમની લાશ આખરે સ્થાનીકોએ ભારે જહેમત બાદ બહાર કાઢી છે.પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના ૪ યુવકો વરસાદી માહોલમાં ફરવા માટે નિકળ્યા હતા. તેઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે ગયા હતા. તેઓ ત્યાં મજા માણ્યા બાદ ત્યાંથી થોડી દુર આવેલા અને કુદરતી માહોલથી ભરપુર એવા ઝરવાણી ધોધ જોવા ગયા હતા. આ ધોધ પર પહોંચ્યા બાદ તેઓ ત્યા ન્હાવા પાણીમાં પડ્યા હતા. તેઓ મજા માણી રહ્યા હતા કે અચાનક જ ચાર મિત્રો પૈકીના બે મિત્રો ઊંડા પાણીમાં ખેંચાઈ ગયા. જેથી બુમાબુમ થઈ જતાં સ્થાનીકોને ઘટનાની જાણ થઈ હતી. તેઓ પણ ધોધ તરફ દોડી ગયા અને તુરંત તેમને બચાવવા માટે લાગ્યા પરંતુ આ બંને યુવકોની લાશ આખરે મળી હતી.સ્થાનીકોએ ભારે જહેમત બાદ તેમની લાશ બહાર કાઢી હતી. ઉલ્લેખનીય છે કે આવા ઘણા ધોધ ગુજરાતમાં છે જ્યાં ન્હાવા પડતી વખતે લોકોના મોત થયા હોય તેવી ઘણી ઘટનાઓ સામે આવી છે. મજામાં પોતાની જીંદગી પણ ઘણીવાર જોખમાઈ ન જાય તેવી પણ લોકો તકેદારી ઘણવાર ભૂલી જતાં હોય છે અને એક દર્દનાક માહોલ ઊભો કરી દેતા હોય છે. તે યુવકોના મોતને પગલે રિસતર શોક અને દુઃખનું વાતાવરણ ઊભું થઈ ગયું હતું. જોકે આવા સ્થળો પર સુરક્ષાને લઈને કેટલાક સાધનો અને ગાઈડલાઈન્સ પણ રાખવી અત્યંત જરૂરી બની છે.

Related posts

કોંગ્રેસના નારાજ ધારાસભ્યોને ભાજપમાં લવાશે : Hardik Patel

aapnugujarat

સૂફી સંતો દ્વારા વેક્સિનેસન કરાવી આમ નાગરિકોને જાગૃત કરાયા

editor

अहमदाबाद में कोविड को-ऑर्डिनेटर नियुक्‍त करने का निर्देश, PSP पर लगा 1 करोड़ का जुर्माना

editor

Leave a Comment

UA-96247877-1