Aapnu Gujarat
ગુજરાત

વટામણ ચોકડી પાસે પોલીસ બાતમીદારની હત્યાના કેસમાં એક શખ્સને આજીવન કારાવાસ

અમદાવાદ-કોઠ હાઇવે પર રાત્રિના સમયે મહિલાઓને રસ્તામાં ઉભી રાખી આવતા જતા વાહનોને રોકી તેમને ફસાવી બાદમાં લૂંટી લેવાના પ્રકરણમાં ગત તા.૧૯-૩-૧૩ના રોજ વટામણ ચોકડી પાસે લુંટારૂ ટોળકી દ્વારા પોલીસ જવાન પર કરાયેલા હુમલામાં પોલીસના બાતમીદારનું મોત નીપજયું હતું, પોલીસ કોન્સ્ટેબલને ગંભીર ઇજા થઇ હતી. આ ચકચારભર્યા કેસમાં અમદાવાદ ગ્રામ્યની સેશન્સ કોર્ટે આરોપી જશુભાઇ રૂપાભાઇ મકવાણાને જન્મટીપની આકરી સજા ફટકારી છે. જયારે આ કેસમાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને કોર્ટે શંકાનો લાભ આપી છોડી મૂકયા હતા. આ કેસની વિગત એવી છે કે, અમદાવાદ – કોઠ હાઇવે પર રાત્રિના સમયે એકલદોકલ મહિલાઓને રસ્તામાં ઉભી રાખી આવતા જતા વાહનોને રોકી તેમને ફસાવી બાદમાં લૂંટી લેવાતા હતા. લુંટારૂ ટોળકી દ્વારા મહિલાઓને હાથો બનાવી લૂંટના ગુનાઓને અંજામ આપવામાં આવતો હતો. ગત તા. ૧૯-૩-૧૩ના રોજ વટામણ ચોકડી પાસે આવા ગુનાને અંજામ અપાવાનો છે તેવી બાતમી કોન્સ્ટેબલ યોગરાજસિંહને બાતમીદાર બળદેવ લાલજી બેલદારે આપી હતી. જેથી બંને ઉપરોકત જગ્યાએ પહોંચ્યા હતા, એ વખતે એક મહિલાએ ટ્રકચાલકને આંતરી તેને લઇને ઝાડીમાં લઇ ગઇ હતી. જેથી કોન્સ્ટેબલ યોગરાજસિંહ અને બાતમીદાર બળદેવ પણ ટોર્ચ લઇને પાછળ ગયા હતા. જો કે, પહેલેથી હાજર લુંટારૂ ટોળકીના આરોપીઓ જશુ મકવાણા, વિનુ મકવાણા અને લાલા ગોહિલે ચપ્પા સહિતના હથિયારોથી હુમલો કર્યો હતો. જેમાં બળદેવનું ગંભીર ઇજાઓ થવાથી સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. આ ઘટનામાં કોન્સ્ટેબલ યોગરાજસિંહને ગંભીર ઇજા થઇ હતી. આ કેસમાં સરકારપક્ષે આરોપીઓને સખત સજા ફટકારવાની દલીલો કરવામાં આવી હતી. સુનાવણીના અંતે કોર્ટે આરોપી જશુ રૂપાભાઇ મકવાણાને આજીવન કેદની સજા ફટકારી હતી.

Related posts

पीएम के कार्यक्रम को लेकर १०० अधिकारी केवडिया में

aapnugujarat

કાંકરેજ તાલુકાના ભારતીય કિસાન સંઘ અને ખેડૂતોએ આપ્યું આવેદનપત્ર

aapnugujarat

जीएसपीसी घोटाले में जांच कराने की कांग्रेस की मांग

aapnugujarat

Leave a Comment

UA-96247877-1