Aapnu Gujarat
ગુજરાત

નર્મદા યોજનાનાં વિસ્થાપિતોનાં મામલે વિરોધ કરવા આવતા મેધા પાટકર અને તેના સાથીઓની અટકાયત

ગુજરાતમાં નર્મદા યોજનાના વિસ્થાપિતોના મામલે વિરોધ પ્રદર્શિત કરવા આવી રહેલ મેધા પાટકર અને તેના સાથીઓને છોટા ઉદેપુર નજીક પોલીસે અટકાવીને તેમની અટકાયત કરી છે. મેધા પાટકરની સાથે ગૂજરાત વિદ્યાપીઠની સંલગ્ન સંસ્થાના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જોડાયા હોવાથી એક નવો વિવાદ ઉભો થયો છે.ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધની યોજના સામે જાતજાતના વિવાદો અને અવરોધો ઉભા કરીને મેધા પાટકર દ્વારા ૧૨ વર્ષ સુધી બંધની કામગીરી અટકાવી દીધી હતી. જેના કારણે આજે પણ ડેમની કામગીરી પૂર્ણ થઈ શકી નથી. જેના કારણે દર વર્ષે લાખો કરોડો ગેલન નર્મદાનું પાણી સમુદ્રમાં વહી ગયું છે. એટલું જ નહિ આગામી ટૂંક સમયમાં નર્મદા ડેમ ઉપર દરવાજા બંધ કરવાની તૈયારી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે ફરી એક વખત મેધા પાટકર તેના સાથીઓ સાથે નર્મદાના વિસ્થાપિતોને અપૂરતી સહાય આપવાનો વિવાદ ઉભો કરવામાં આવી રહ્યો છે.નર્મદાના વિસ્થાપિતોને અપૂરતી સહાય આપવાનો મુદ્દો ઉભો કરીને મેધા પાટકર અને તેના સાથીઓ મધ્યપ્રદેશથી આજે ગુજરાતમાં વિરોધ પ્રદર્શિત કરવા આવી રહ્યા હતા. તે સમયે મધ્ય પ્રદેશથી આવી રહેલાં મેધા પાટકર અને તેના સાથીઓના વાહનોના કાફલાને ગુજરાત પોલીસ દ્વારા છોટા ઉદેપુર નજીક ચકાસણી ચોકી પર રોકી દેવામાં આવ્યો છે. એટલું જ નહિ, પોલીસે મેધા પાટકર અને તેના સાથીઓની ગુજરાત પોલીસે અટકાયત કરી હતી.

Related posts

बेंगलुरु से कांग्रेसी विधायक ६ तारीख को अहमदाबाद आयेंगे

aapnugujarat

જાહેર ટ્રસ્ટના ૨.૫૦ કરોડથી વધારે દસ્તાવેજો ડિજિટલ થયા : વિધાનસભા ગૃહમાં જાડેજાએ માહિતી આપી

aapnugujarat

शहर में जल्दी में बने रास्तों की बारिश में होगी परीक्षा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1