Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદી સરકાર પેટ્રોલ-ડીઝલ મામલે લઈ શકે છે મોટો નિર્ણય, ગ્રાહકોને થશે લાભ

મોદી સરકાર ટૂંક સમયમાં જ પેટ્રોલ અને ડીઝલના વેચાણને લઈને મહત્વનો નિર્ણય લેવાની તૈયારીમાં છે. મોદી સરકાર શોપિંગ મોલ, સુપર માર્કેટ, કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં પેટ્રોલ-ડીઝલ વેચવાના પ્રસ્તાવને મંજૂરી આપી શકે છે. લોકોને પેટ્રોલ અને ડીઝલ સરળતાથી મળી રહે તે હેતુસર સરકાર આ પગલું ભરી શકે છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફ્યૂલ રિટેલિંગને લઈને સરકાર ટૂંક સમયમાં જ કેબિનેટમાં પ્રસ્તાવ રજુ કરી શકે છે. ફ્યુલ રિટેલિંગનો સીધો અર્થ એ થાય છે કે, તમે પેટ્રોલ-ડીઝલ પેટ્રોલ પંપ પર જ નહીં પણ શોપિંગ કોમ્પ્લેક્ષમાંથી પણ ખરીદી શકો છો.માહિતી પ્રમાણે પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય આ પ્રસ્તાવ પર ગંભીરથી કામ કરી રહ્યું છે. ટૂંક સમયમાં જ પ્રસ્તાવને કેબિનેટને મંજૂરી આપવા મોકલી શકે છે. પ્રાઈવેટ પ્લેયર ફ્યૂલ રિટેલિંગમાં ઉતારવાને લઈને તમામ નિયમો અને શરતોમાં પણ છૂટછાટ આપવામાં આવી શકે છે. હાલ જે નિયમ છે તે ઘણા જ કડક છે. જેના કારણે પ્રાઈવેટ પ્લેયરે ફ્યૂલ રિટેલિંગમાં વધારે રસ નથી દાખવતા.હાલ જે નિયમો છે તે પ્રમાણે, પેટ્રોલ-ડીઝલ વેચવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ઓછામાં ઓછા ૨૦૦૦ કરોડ રૂપિયા, ૩ મિલિયન ટન ફ્યૂલની બેંક ગેરેંટી જેવા કેટલાક આકરા નિયમ છે જેના પર છૂટછાટ આપવા પર મંત્રાલય વિચાર કરી રહ્યું હોવાનું માનવામાં આવે છે. જાહેર છે કે, જો સરકારનું આ પગલું હકીહત બને તો માનવામાં આવે છે કે, દેશના મોટા બિઝનેસ હાઉસ જેવા કે રિલાયંસ, કિશોર બિયાની પણ ફ્યૂલ રિટેલના આ સેક્ટરમાં ઝંપલાવી શકે છે.

Related posts

मतपत्रों से मतदान कराने का सवाल ही नहीं उठता : सीईसी सुनील अरोड़ा

aapnugujarat

મરાઠા આંદોલન : પુણેમાં હિંસા

aapnugujarat

NRC will be published in Assam on August 31

aapnugujarat

Leave a Comment

UA-96247877-1