Aapnu Gujarat
બ્લોગ

વિશ્વમાં ઘટી રહી છે હિન્દુઓની વસતી

હિન્દુ ધર્મને સનાતન ધર્મ પણ કહેવામાં આવે છે. સનાતન ધર્મનો અર્થ છે શાશ્વત એટલે કે હંમેશાં ટકી રહેનારું. એટલે કે, જેની ક્યારેય શરૂઆત થઈ નથી અને જેનો ક્યારેય અંત પણ આવવાનો નથી. સનાતન શબ્દની આ સ્પષ્ટ વ્યાખ્યા છે. જોકે, તાજેતરમાં જ જે આંકડા સામે આવ્યા છે તેના અનુસાર સનાતન ધર્મ એટલે કે હિન્દુ ધર્મની વસતી સમગ્ર દુનિયામાં ઘટતી જઈ રહી છે.કેટલાક દેશોની સરકારી એજન્સીઓ અને દુનિયાની જાણીતી રિસર્ચ ઈન્સ્ટીટ્યુટના આંકડાનો અભ્યાસ કરતા જાણવા મળ્યું કે, વિશ્વમાં હવે હિન્દુ ધર્મમાં માનતા લોકોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
વર્ષ ૧૯૫૧માં ભારતમાં હિન્દુઓની વસતી ૮૪.૧ ટકા હતી, પરંતુ ૨૦૧૧માં હિન્દુઓની વસતી ઘટીને ૭૯.૮ ટકા રહી ગઈ છે, એટલે કે ભારતની આઝાદી પછીના ૬૦ વર્ષમાં હિન્દુઓની વસતીમાં ૪.૩ ટકાનો ઘટાડો નોંધાયો છે.નેપાળમાં વર્ષ ૧૯૫૨માં ૮૮.૮૭ ટકા હિન્દુ હતા, પરંતુ ૨૦૧૧માં નેપાળમાં હિન્દુઓની વસતી ઘટીને ૮૧.૩ ટકા થઈ ગઈ છે. એટલે કે ૫૯ વર્ષમાં નેપાળમાં હિન્દુઓની વસતીમાં ૭.૫૭ ટકાનો ઘટાડો થયો છે.બાંગ્લાદેશમાં વર્ષ ૧૯૫૧માં ૨૨ ટકા હિન્દુઓ વસવાટ કરતા હતા, પરંતુ ૨૦૧૫માં અહીં હિન્દુઓની વસતી ઘટીને ૧૦.૫ ટકા રહી ગઈ છે. એટલે કે, ૬૪ વર્ષમાં બાંગ્લાદેશમાં હિન્દુઓની વસતી લગભગ ૧૧.૫ ટકા ઘટી છે. મોરેશિયસમાં વર્ષ ૧૯૦૧માં ૫૫.૬૨ ટકા હિન્દુઓ રહેતા હતા. ૨૦૧૦માં અહીં થયેલી વસતી ગણતરી અનુસાર હિન્દુઓની વસતી ૪૮.૫ ટકા રહી છે. એટલે કે મોરેશિયસમાં ૧૦૯ વર્ષમાં હિન્દુઓની વસતી ૭.૧૨ ટકા જેટલી ઘટી છે.દક્ષિણ અમેરિકાના દેશ ગુયાનામાં વર્ષ ૧૯૯૧માં કુલ વસતીના ૩૫ ટકા હિન્દુ હતા. ૨૦૧૨માં અહીં હિન્દુઓની વસતી ઘટીને ૨૪.૮ ટકા રહી ગઈ છે. એટલે કે, ૨૧ વર્ષમાં ગુયાનામાં હિન્દુઓની વસતીમાં ૧૦ ટકાનો ઘટાડો થયો છે.એ જ રીતે ફિજીમાં ૧૯૭૬માં ૪૦ ટકા હિન્દુઓ વસવાટ કરતા હતા. ૨૦૦૭માં અહીં હિન્દુઓની વસતી ઘટીને ૨૮ ટકા થઈ ગઈ છે. એટલે કે, ૩૧ વર્ષમાં ફિજીમાં હિન્દુઓની વસતીમાં ૩૧ ટકા જેટલો મોટો ઘટાડો નોંધાયો છે. ભારતમાં સામાન્ય માન્યતા એવી છે કે, હિન્દુઓ બહુમતિમાં છે અને અન્ય ધર્મના લોકો લઘુમતિમાં છે. જોકે, આ સંપૂર્ણ સત્ય નથી. જોકે, તમને એ જાણીને આશ્ચર્ય થશે કે, ૨૦૧૧ની વસતી ગણતરીના આંકડા અનુસાર દેશના ૭ રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં હિન્દુઓની વસતી ૫૦ ટકા કરતાં પણ ઓછી છે.

Related posts

ભારતની પ્રાચીન જ્ઞાન ગંગા

aapnugujarat

જન્માષ્ટમી : શ્રીકૃષ્ણની લીલા સમજવા જેવી

aapnugujarat

सहितयोत्सव

aapnugujarat

Leave a Comment

UA-96247877-1