Aapnu Gujarat
ગુજરાત

ચંદનચોરોને પકડનાર ગુજરાતના નાગરિકોને ગેમીએ આપ્યાં ૩ લાખના ઇનામ

પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણ સંબંઘિત સમસ્યાઓને ઉજાગર કરવા અને તેનો ઉકેલ લાવવાના હેતુથી ‘પ્રકૃતિ સાથે લોકોનું જોડાણ’ થીમ ઉપર ગુજરાત પર્યાવરણ પ્રબંધ સંસ્થાન અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા રીસચર્સ મીટ યોજાઇ. જેમાં પર્યાવરણપ્રધાન શંકર ચૌધરી ઉપસ્થિત રહ્યાં હતાં.
તેમણે જણાવ્યું હતું કે, પ્રકૃતિ સાથેના જોડાણને વધુ મજબૂત બનાવાય અને પર્યાવરણ પરની માનવીની નિર્ભરતા માટે આપો અને લોની ભાવના બળવતર બનવી જોઇએ.
કાર્યક્રમમાં ગેમી રીચર્સ પોલીસી ડોક્યુમેન્ટ, પર્યાવરણ સંશોઘન કાર્યપ્રણાલી અને ગેમી લેબોરેટરી વિઝન ડોક્યુમેન્ટ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું.
સાથે ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડના ગાંધીનગર ખાતેના ઔષઘિ ઉધાનમાં જીવના જોખમે ચંદનના ઝાડની રક્ષા કરનાર અરવિંદભાઇ મફતલાલ પ્રજાપતિ, ગણપતસિંહ રેવાજી ચાવડા અને જયેશ જગદીશભાઇ પ્રજાપતિનું સન્માન કરીને પ્રત્યેકને રૂ. ૧ લાખના ચેક અર્પણ કરાયાં હતાં.
તેમ જ પર્યાવરણ બચાવવા માટે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં હૃદયસ્પર્શી સૂત્ર અને પંચલાઇન આપનાર લોકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.પર્યાવરણ ક્ષેત્રે સંશોધનનું શ્રેષ્ઠ કામ કરતી ગેમીની અદ્યતન લેબોરેટરી ભારતીય વૈજ્ઞાનિકોનું ભવિષ્ય છે.
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગેમી પર્યાવરણ સંશોધન માટે સક્ષમ છે. આંદામાન-નિકોબારના ૭ પ્રોજેકટનું કામ ગેમી દ્રારા હાથ ધરવામાં આવ્યું છે.
ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ સાથે પર્યાવરણ સમતુલાને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. તેની સાથે બાયોમેડિકલ, ઇલેકટ્રિક, ઔદ્યોગિક કચરાનો યોગ્ય નિકાલ ક્ષેત્રે ગેમી સારું કાર્ય કરી રહ્યું છે.

Related posts

રાજ્યના ૪ ડેમ તળિયાઝાટક

editor

HM Amit Shah hospitalised in Ahmedabad for ENT surgery

aapnugujarat

નરોડા ગામ કેસ : માયાબહેન કોડનાની વિધાનસભા અને સોલા સિવિલમાં હાજર હતા : અમિત શાહે આપેલી મહત્વપૂર્ણ જુબાની

aapnugujarat

Leave a Comment

UA-96247877-1